Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 347
________________ २९८ धीरो मोहध्वजिनी लीलया विध्वंसयति योगसारः ३/३१ मोहराजसैन्यं निहन्ति । मोहराजस्य सैन्येऽष्टाविंशतिर्भटाः सन्ति । तद्यथा-मिथ्यात्वमोहनीयं मिश्रमोहनीयं सम्यक्त्वमोहनीयं षोडशकषाया नवनोकषायाश्च । मोहसैन्ये सर्वथा निहते योगी वीतरागत्वमश्नुते । ततोऽचिरेण शेषघातिकर्मत्रयमपि क्षीयते । ततो योगी सर्वज्ञः सर्वदर्शी च भवति । ततो जघन्यतोऽन्तर्मुहूर्तेनोत्कृष्टतो देशोनपूर्वकोटिवर्षकालेन शेषमघातिकर्मचतुष्टयं विनाश्य योगी मुक्तो भवति । इत्थं संसारवासस्य मूलकारणं मोहः । मोक्षप्राप्तेर्मूलकारणं मोहक्षयः । यावदात्मा साम्यवर्मितो न भवति तावत्स मोहप्रहाराणां वशे भवति । तदा मोह एव प्रभवति न त्वात्मा । स सततं मोहेन पीड्यते । मोहेन नष्टचेतनः स तत्त्वातत्त्वं न चेतयते । युद्धं कुर्वन्भटो यदि वमितो न भवेत्तहि युद्धे तस्य पराजयो मृत्युर्वा भवेत् । एवं साम्येनाऽवासित आत्मा मोहयुद्धे पराजयते । ततः स भवभ्रमणं करोति । युद्धं कुर्वन्भटो यदि वर्मितो भवेत्तर्हि स निर्भयो भूत्वा शत्रुणा सह युध्यते । स शत्रु पराभूय સમતાથી મોહરાજના સૈન્યને હણે છે. મોહરાજાના સૈન્યમાં અઠ્યાવીશ સૈનિકો છે. તે આ પ્રમાણે - મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, સોળ કષાયો અને નવ નોકષાયો. મોહની સેના સંપૂર્ણ રીતે હણાઈ જાય એટલે યોગી વીતરાગ બની જાય છે. પછી ટૂંક સમયમાં બાકીના ત્રણ ઘાતિકર્મોનો પણ ક્ષય થાય છે. તેથી યોગી સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. પછી જઘન્યથી અંતર્મુહૂર્તમાં અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષમાં બાકીના ચાર અઘાતિ કર્મોનો નાશ કરીને યોગી મુક્ત થાય છે. આમ સંસારમાં રહેવાનું મૂળ કારણ મોહ છે. મોક્ષપ્રાપ્તિનું મૂળ કારણ મોહનો ક્ષય છે. જયાં સુધી આત્માની ઉપર સમતાનું કવચ હોતું નથી, ત્યાં સુધી તે મોહના પ્રહારોને વશ થાય છે. ત્યારે મોહ જ બળવાન બને છે, આત્મા નહીં. તે સતત મોહથી પીડાય છે. મોહથી તેની ચેતના નષ્ટ થવાથી તે તત્ત્વાતત્ત્વને જાણતો નથી. યુદ્ધ કરનારા સૈનિકે જો બખ્તર ન પહેર્યું હોય તો યુદ્ધમાં તેનો પરાજય કે મૃત્યુ થાય. એમ સમતાથી વાસિત નહીં થયેલો આત્મા મોહ સાથેના યુદ્ધમાં હારી જાય છે. તેથી તે સંસારમાં ભમે છે. યુદ્ધ કરનારા સૈનિકે જો બખ્તર પહેર્યું હોય તો તે નિર્ભય થઈને દુશ્મન સાથે લડે છે. તે દુશ્મનને હરાવીને કે હણીને વિજય મેળવે

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350