Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 342
________________ २९३ योगसारः ३/२९ मुनिनिरीहः संयमे च रतो भवेत् महासुखम् । एतदुक्तं समासेन, लक्षणं सुखदुःखयोः ॥१२८॥' मुनिर्बाह्यलाभान्नाकाङ्क्षति । स स्वभावलाभमेवाऽभिलषति । स्वभावलाभस्त्विच्छात्यागेनैव भवति । ततो मुनिर्निरीहो भवति । उक्तञ्च ज्ञानसारे निःस्पृहाष्टके - 'स्वभावलाभात्किमपि, प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्यसम्पन्नो, निःस्पृहो जायते मुनिः ॥१२१॥' । __ जीवाः स्वेच्छया मनोवचःकायान्प्रवर्त्तयन्ति । ततस्त आपातरम्यमल्पकालस्थायि सुखं प्राप्य चिरकालं यावद्दुर्गतौ दुःखमनुभवन्ति । ततो दुःखनिरोधार्थं मनोवाक्कायानां निरोधः कर्त्तव्यः । अशुभमार्गेषु प्रवर्त्तमानास्ते निवारणीयाः शुभमार्गेषु च प्रवर्त्तयितव्याः। अयमेव संयमः । मुनिना तत्र रतेन भवितव्यम् । संयमरतो मुनिः काश्चिदपि जीवान पीडयति । स सर्वेषां हितमेव चिन्तयति । यदुक्तं ललितविस्तरायां 'धम्मदयाणं' इति पदस्य टीकायां श्रीहरिभद्रसूरिभिः - 'साधुधर्मः पुनः सामायिकादिगतविशुद्धक्रियाभिव्यङ्ग्यः सकलसत्त्वहिताशयामृतलक्षणः स्वपरिणाम एव ।' __इत्थं यदा मुनिनिःसङ्गो निर्ममः शान्तो निरीहः संयमरतश्च भवति तदा स समो છે. સુખ અને દુઃખનું આ સંક્ષેપમાં લક્ષણ કહ્યું છે. (૧૨૮)' મુનિ બાહ્ય લાભોને ઝંખતો નથી. તે સ્વભાવના લાભને જ ઇચ્છે છે. સ્વભાવનો લાભ તો ઇચ્છાના ત્યાગથી જ થાય છે. તેથી મુનિ ઇચ્છારહિત બને છે. જ્ઞાનસારના નિઃસ્પૃહાષ્ટકમાં કહ્યું છે – “સ્વભાવના લાભ સિવાય કંઈ પણ મેળવવાનું બાકી નથી. આમ આત્માના ઐશ્વર્યથી યુક્ત મુનિ નિઃસ્પૃહ બને છે. (૧૨૧) જીવો પોતાની ઇચ્છાથી મન-વચન-કાયાને પ્રવર્તાવે છે. તેથી તેઓ શરૂઆતમાં સુંદર અને અલ્પકાળ રહેનારા સુખને પામીને લાંબા કાળ સુધી દુર્ગતિમાં દુઃખને અનુભવે છે. માટે દુઃખને દૂર કરવા મન-વચન-કાયાનો નિરોધ કરવો. અશુભ માર્ગોમાં પ્રવર્તતાં તેમને અટકાવવા અને શુભ માર્ગોમાં પ્રવર્તાવવા. આ જ સંયમ છે, મુનિએ તેમાં રત થવું. સંયમમાં રત મુનિ કોઈપણ જીવને પડતો નથી. તે બધાના હિતને જ વિચારે છે. લલિતવિસ્તરામાં ધમ્મદયાણ પદની ટીકામાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે - “સાધુધર્મ એટલે સામાયિક વગેરેમાં રહેલ વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થનાર બધા જીવોના હિતનો હાર્દિક અમૃત સ્વરૂપ પોતાનો પરિણામ જ.” આમ જ્યારે મુનિ સંગરહિત, મમતારહિત, શાંત, ઇચ્છારહિત અને સંયમમાં

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350