________________
योगसारः ३/४ अनुभवरहितं ज्ञानं रूक्षम्
२३१ न शक्नुवन्ति । तेषां यद्यपि ज्ञानावरणक्षयोपशमस्तीवो भवति तथापि मोहनीयक्षयोपशमो मन्दो भवति । तेन तेषां तत्त्वद्वयज्ञानं विपरीतं भवति । यथार्थे तत्त्वद्वयज्ञाने जाते सत्यपि ते स्वजीवने तदनुष्ठातुं न शक्नुवन्ति । तात्त्विकं ज्ञानं तदेव भवति येन ज्ञातो पदार्थो स्वजीवनेऽनुभूयते, यतो ज्ञानस्य फलं विरतिः । अनुभवरहितं ज्ञानं रूक्षबोधरूपं भवति । उक्तञ्च ज्ञानसारेऽनुभवस्य माहात्म्यं प्रदर्शयद्भिर्महोपाध्यायश्रीयशोविजयैः - 'व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥२६/२॥' अनुभवयुक्तं ज्ञानं ज्ञानावरणमोहनीयोभयक्षयोपशमसम्पाद्यं भवति । मध्यमबुद्ध्यल्पबुद्धयस्तु सूक्ष्मानपदार्थान् ज्ञातुं न शक्नुवन्ति । ततस्तदनुष्ठानस्य का वार्ता ? इत्थं ते पूर्वोक्ततत्त्वद्वयं न जानन्ति नाऽप्यनुतिष्ठन्ति । इत्थं बहुजनस्य पूर्वोक्ततत्त्वद्वयस्याऽनुष्ठानयुक्तं ज्ञानं न भवति । सूक्ष्मबुद्धीनां केवलं ज्ञानं शरणरूपं न भविष्यति । प्रचण्डमेधास्वामिनोऽपि तेऽनुभवं विना संसारसमुद्रपारं न प्राप्स्यन्ति । अतो ग्रन्थकृतोक्तं तेषां किं भविष्यति ? दुर्गतौ पततस्तान् को रक्षिष्यति? इति ॥४॥ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ જો કે તીવ્ર હોય છે તો પણ મોહનીય કર્મનો ક્ષયોપશમ મંદ હોય છે. તેથી તેમને બે તત્ત્વોનું જ્ઞાન વિપરીત રીતે થાય છે. બે તત્ત્વોનું સાચું જ્ઞાન થાય તો પણ તેઓ પોતાના જીવનમાં તેને આચરી શકતાં નથી. સાચું જ્ઞાન તે જ હોય છે, જેનાથી જણાયેલો પદાર્થ પોતાના જીવનમાં અનુભવાય, કેમકે જ્ઞાનનું ફળ વિરતિ છે. અનુભવ વિનાનું જ્ઞાન લૂખું હોય છે. જ્ઞાનસારમાં અનુભવનું માહાભ્ય બતાવતા મહોપાધ્યાયશ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે – ‘બધા શાસ્ત્રોનો વ્યાપાર એ દિશા બતાવે છે. એક અનુભવ જ સંસારસમુદ્રથી પાર ઉતારે છે. (૨૬/૨)” અનુભવવાળું જ્ઞાન જ્ઞાનાવરણકર્મ અને મોહનીયકર્મ બંનેના ક્ષયોપશમથી મળે છે. મધ્યમબુદ્ધિવાળા અને અલ્પબુદ્ધિવાળા તો સૂક્ષ્મ પદાર્થોને જાણી શકતાં નથી. તો પછી તેના આચરણની તો શું વાત ? આમ તેઓ પૂર્વે કહેલા બે તત્ત્વોને જાણતાં નથી અને તેને આચરતાં પણ નથી. આમ ઘણા લોકોને પૂર્વે કહેલા બે તત્ત્વોનું આચરણ સહિતનું જ્ઞાન હોતું નથી. સૂક્ષ્મ બુદ્ધિવાળા જીવોને એકલું જ્ઞાન શરણરૂપ નહીં થાય. પ્રચંડ બુદ્ધિના સ્વામી એવા પણ તેઓ અનુભવ વિના સંસારસમુદ્રના પારને નહીં પામે. માટે ગ્રંથકારે કહ્યું કે તેમનું શું થશે? દુર્ગતિમાં પડતાં તેમનું રક્ષણ કોણ કરશે? (૪)