________________
योगसारः ३/१५ शमरसे लय एव सहजानन्दतात्मारामतोन्मनीकरणानि २५७ ___पद्मीया वृत्तिः - यद् - वक्ष्यमाणम्, मुनेः - साधोः, शमरसे - शमः-साम्यमेव रस:-भाव इति शमरसः, तस्मिन्, लयः - मग्नता, सा-शमरसमग्नता, इयम् - अनन्तरमुच्यमाना, सहजानन्दता - सहजः-अकृत्रिमः, आनन्दः-मोदः, सहजश्चासावानन्दश्चेति सहजानन्दः, तस्य भाव इति सहजानन्दता, सा - शमरसमग्नता, एवशब्दो अन्यस्या आत्मारामताया व्यवच्छेदार्थम्, आत्मारामता - आरामः-आ-समन्ताद् रम्यतेऽस्मिन्नति आरामः-उपवनम्, आत्मनः-स्वस्वरूपस्य आराम इत्यात्मारामः, तस्य भाव इत्यारामता, मता - शास्त्रकृद्भिरुक्ता, तद् - शमरसमग्नत्वम्, उन्मनीकरणम् - सांसारिकपदार्थेष्वौदासीन्यम् ।
आन्तरशत्रुविजेता मुनिरुपशमभावे लीनो भवति । तस्य चित्तं स्तिमितोदधिसन्निभं भवति । तस्मिन्दोषतरङ्गा नोच्छलन्ति । मुनेरिदं शमरसमग्नत्वमेव स्वाभाविकानन्दरूपम् । शमभाव आत्मनः स्वभावभूतः । आत्मनः स्वभाव आनन्दरूपः । मुनिः शमभावे लीयते । तेन स स्वाभाविकानन्दमग्नो भवति ।
जना आरामे रमन्ते । तत्र ते मोदन्ते । मुनिः शमरसे मज्जति । अयं शमरस आरामरूपः । तस्मिन्नात्मा रमते । ततो मुनेर्यच्छमरसे मज्जनं तदेवाऽऽत्मारामता ।
शमरसमग्नो मुनिः कुत्रचिदपि रागद्वेषौ न करोति । तस्य मनः सर्वपदार्थसंयोगेभ्य उच्चैस्तिष्ठति । स बाह्यवस्तुषूदासीनो भवति । स सर्वत्र समो भवति । स स्वरूपे एव
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - અંદરના દુશ્મનોને જીતનારો મુનિ ઉપશમભાવમાં લીન થાય છે. તેનું મન સ્થિર સમુદ્ર જેવું હોય છે. તેમાં દોષોના મોજા ઊછળતાં નથી. મુનિનું જે આ શમરસમાં મગ્નપણું છે તે જ સ્વાભાવિક આનંદરૂપ છે. શમભાવ એ આત્માના સ્વભાવ સમો છે. આત્માનો સ્વભાવ આનંદરૂપ છે. મુનિ શમભાવમાં લીન બને છે. તેથી તે સ્વાભાવિક આનંદમાં ડૂબે છે.
લોકો બગીચામાં રમે છે. તેઓ ત્યાં ખુશ થાય છે. મુનિ શમરસમાં ડૂબે છે. આ શમરસ બગીચા જેવો છે. તેમાં આત્મા રમે છે. તેથી મુનિનું શમરસમાં ડૂબવું તે જ આત્મારામપણું છે, એટલે કે તે જ આત્મરમણતા છે.
શમરસમાં ડૂબેલો મુનિ ક્યાંય પણ રાગદ્વેષ કરતો નથી. તેનું મન બધા પદાર્થો અને સંયોગોથી ઉપર રહે છે. તે બાહ્ય વસ્તુઓમાં ઉદાસીન હોય છે. તે બધે સમ