________________
२७० छिद्यमानस्य वृक्षस्य भूष्यमाणस्य च वाजिनो रोषतोषौ न भवतः योगसारः ३/२१
अन्वयः - यथा छिद्यमानस्य वृक्षस्य भूष्यमाणस्य (च) वाजिनः रोषस्तोषश्च न (भवति) तथा योगी समो भवेत् ॥२१॥
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासार्थः, छिद्यमानस्य - कृत्यमानस्य, वृक्षस्य - तरोः, भूष्यमाणस्य - अलङ्क्रियमाणस्य, 'च' इत्यत्राध्याहार्यम्, चशब्दः समुच्चये, वाजिनः - अश्वस्य, रोषः - द्वेषः, तोषः - रागः, चशब्दो - समुच्चये, नशब्दो निषेधे, 'भवति' इत्यत्राध्याहार्यम्, तथाशब्दो दाान्तिकप्रदर्शने, योगी - साधकः, समः - समताभावितः, भवेत् - स्यात् । ___ जनाः स्वप्रयोजननिष्पत्त्यर्थं कारणं विना वा वृक्षं छिन्दन्ति । तथापि वृक्षस्तेभ्यो न क्रुध्यति । स छेदनं सहते । वृक्षस्य चेतनत्वाद् रागद्वेषौ भवतः, परन्तु तस्याऽत्यव्यक्तचैतन्यवत्त्वादुपचारं कृत्वाऽत्रोक्तं छिद्यमानस्य वृक्षस्य द्वेषो न भवतीति । वृक्षश्छेदनस्य प्रतिक्रियां न दर्शयति ।
पशवो वस्त्रालङ्काराणि न परिदधति । यदि केनचित्कश्चिदश्वोऽलङ्कारैर्भूषितस्तद्यपि सोऽश्वो न प्रमोदते ।
एवं योगिनोऽपि सर्वत्र समाः सन्ति । ते सुखे लीना न भवन्ति । ते दुःखे दीना न भवन्ति । ते इष्टेषु न रज्यन्ति । तेऽनिष्टेषु द्वेषं न कुर्वन्ति । तेऽनुकूलतायां हर्षं न कुर्वन्ति ।
શબ્દાર્થ - જેમ છેદાતાં વૃક્ષને અને શણગારતાં ઘોડાને ગુસ્સો અને આનંદ થતો नथी, तेम. यो० सम. डोय. (२१)
પદ્રીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોકો પોતાના કાર્યને કરવા કે વિના કારણે પણ વૃક્ષને છેદે છે. છતાં પણ ઝાડ તે લોકો ઉપર ગુસ્સો કરતું નથી. તે છેદનને સહે છે. જો કે ઝાડ સચેતન હોવાથી, તેને રાગ-દ્વેષ થાય છે, પણ તેનું ચૈતન્ય ખૂબ જ અવ્યક્ત હોવાથી ઉપચાર કરીને અહીં કહ્યું કે છેદાતાં ઝાડને દ્વેષ થતો નથી. ઝાડ છેદનની પ્રતિક્રિયા દેખાડતું નથી.
પશુઓ કપડાં, અલંકાર વગેરે પહેરતાં નથી. જો કોઈક માણસ કોઈક ઘોડાને અલંકાર વગેરેથી શણગારે તો પણ તે ઘોડો ખુશ થતો નથી.
એમ યોગીઓ પણ બધે સમાન હોય છે. તેઓ સુખમાં લીન થતાં નથી. તેઓ દુઃખમાં દીન થતાં નથી. તેઓ ઈષ્ટમાં રાગ કરતાં નથી અને અનિષ્ટમાં દ્વેષ કરતાં