________________
योगसार: ३/२२
सूर्यसोमाभो योगी सहजानन्दतां भजेत्
२७३
क्षणमपि न विश्राम्यति । यद्यप्यत्र रात्रौ वयं सूर्यं न पश्यामस्तथापि स परस्मिन्क्षेत्रे परेभ्यस्तापं ददात्येव । जना अन्धकारेण पीड्यन्ते । ततस्तेभ्यः प्रकाशदानाय सूर्यो नित्यं गगने परिभ्रमति । जना घर्मणा पीड्यन्ते । ततस्तेभ्यः शैत्यदानाय चन्द्रः सततं व्योम्नि भ्रमति । स क्षणमपि न तिष्ठति । अनादिकालात्सूर्याचन्द्रमसौ तापशीतदानरूपं स्वीयं कार्यं विनापवादं सततं कुरुत: । भविष्यत्कालेऽपि तौ सततमेव स्वकार्यं करिष्यतः । योग्यपि सूर्यचन्द्रसमो भवति । स सततं स्वात्मनि विद्यमानाया रागद्वेषरिणतेहूसार्थं प्रयतते । स तत्र क्षणमपि न प्रमाद्यति । क्षणमपि प्रमादे कृते रागादिदोषा आत्मनि प्रविश्य तं पीडयन्ति । ततो योगी सदोपयोगपरो भवति येन सूक्ष्मोऽपि दोषस्तदात्मनि न प्रविशति । एवं सततप्रयत्नशीलेन योगिनाऽऽत्मनि विद्यमानः स्वाभाविक आनन्दः प्राप्यते। यः सततं प्रयतते सोऽवश्यं साध्यं साध्नोति । सूर्यस्य तापः स्वाभाविकः, न त्वौपाधिकः। एवं चन्द्रस्य शैत्यमपि स्वाभाविकं, न त्वौपाधिकम् । एवं मुनेरपि
1
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોકો ઠંડીથી પીડાય છે. તેથી તેમને તાપ આપવા માટે સૂરજ અટક્યા વિના ગગનમાં ભમે છે. તે એક ક્ષણ માટે પણ વિશ્રામ કરતો નથી. જો કે અહીં રાત્રે આપણને સૂર્ય દેખાતો નથી, છતાં પણ તે બીજા ક્ષેત્રમાં બીજાને તાપ આપે જ છે. લોકો અંધકારથી પીડાય છે. તેથી તેમને પ્રકાશ આપવા સૂર્ય હંમેશા આકાશમાં ભમે છે. લોકો ગરમીથી પીડાય છે. તેથી તેમને ઠંડક આપવા ચન્દ્ર સતત આકાશમાં ભમે છે. તે એક ક્ષણ માટે પણ સ્થિર રહેતો નથી. અનાદિકાળથી સૂર્ય અને ચંદ્ર તડકો અને ઠંડક આપવારૂપ પોતાનું કાર્ય અપવાદ વિના સતત કરે છે. ભવિષ્યમાં પણ તે બંને સતત પોતાનું કાર્ય કરશે. યોગી પણ સૂર્ય-ચંદ્ર જેવો છે. તે સતત પોતાના આત્મામાં રહેલી રાદ્વેષની પરિણતિને ઘટાડવા પ્રયત્ન કરે છે. તે તેમાં એક ક્ષણનો પણ પ્રમાદ કરતો નથી. એક ક્ષણનો પણ પ્રમાદ કર્યો છતે રાગ વગેરે દોષો આત્મામાં પેસીને તેને પીડે છે. તેથી યોગી હંમેશા ઉપયોગવાળો હોય છે કે જેથી થોડો પણ દોષ તેના આત્મામાં પેસે નહીં. આમ સતત પ્રયત્નશીલ એવો યોગી આત્મામાં રહેલા સ્વાભાવિક આનંદને મેળવે છે. જે સતત પ્રયત્ન કરે છે, તે અવશ્ય સાધ્યને સાધે છે. સૂર્યનો તડકો સ્વાભાવિક છે, કોઈ ઉપાધિથી થયેલ નથી. એમ ચંદ્રની ઠંડક પણ સ્વાભાવિક છે, ઉપાધિથી થયેલ નથી. એમ મુનિનો પણ સમતાનો આનંદ સ્વાભાવિક જ છે, બીજી ઉપાધિથી થયેલ