________________
२७८
मुनि: क्लेशांशमपि न स्पृशति
योगसार: ३/२४ मज्जति । यथा जले निमग्नस्य नरस्य सर्वमपि शरीरं जलेन प्लावितं भवति तथा भावनासु सम्मग्नो मुनिः सर्वथा भावनाभिर्भावितो भवति । भावनाभावितो मुनिः सर्वानपि जीवानात्मतुल्यान्पश्यति । अयं निजोऽयं पर इति स न चिन्तयति । स यथा स्वस्मिन् प्रवर्त्तते तथा परेष्वपि प्रवर्त्तते, यथा परेषु प्रवर्त्तते तथा स्वस्मिन्नपि प्रवर्त्तते । संसारिजीवा देहात्मनोरभेदं पश्यन्ति । ततस्ते देहात्मनोः समानरीत्या प्रवर्त्तन्ते । एवं मुनिः सर्वजीवआत्मनामभेदं पश्यति । ततः स सर्वजीव - आत्मसु समानरीत्या प्रवर्त्तते । स कुत्रचिदपि रागं द्वेषं वा न करोति । ततस्तन्मनसि क्लेशो न भवति । रागद्वेषावेव क्लेशरूपौ । तस्य चित्तमन्यदोषैरपि न व्याप्यते । तस्य चित्ते क्लेशलेशोऽपि न भवति । यथा ब्राह्मणश्चण्डालं न स्पृशति, यथा सती परपुरुषं न स्पृशति तथा मुनिः क्लेशं न स्पृशति ।
I
अयमत्र सङ्क्षेपः-भावनाभावितो मुनिरात्मपरयोरभेदं पश्यति, ततस्तच्चित्ते ईषदपि क्लेशो न जायते । ततोऽचिरात्स मुक्तिमाप्नोति ॥२४॥
માણસનું આખુંય શરીર પાણીથી ભીંજાઈ જાય છે, તેમ ભાવનાઓમાં સારી રીતે ડૂબેલો મુનિ ભાવનાઓથી સંપૂર્ણ રીતે ભાવિત બને છે. ભાવનાથી ભાવિત મુનિ બધા ય જીવોને પોતાની સમાન જુવે છે. આ મારો, આ બીજો, એમ તે વિચારતો નથી. તે જેમ પોતાને વિષે પ્રવર્તે છે, તેમ બીજાને વિષે પણ પ્રવર્તે છે, જેમ બીજાને વિષે પ્રવર્તે છે, તેમ પોતાને વિષે પણ પ્રવર્તે છે. સંસારી જીવો શરીર અને આત્માના અભેદને જુવે છે. તેથી તેઓ શરીર અને આત્માને વિષે સમાન રીતે પ્રવર્તે છે. એમ મુનિ બધા જીવો અને પોતાનો અભેદ જુવે છે. તેથી તે બધા જીવો અને આત્માને વિષે સમાન રીતે પ્રવર્તે છે. તે ક્યાંય રાગ કે દ્વેષ કરતો નથી. તેથી તેના મનમાં ક્લેશ થતો નથી. રાગ-દ્વેષ જ ક્લેશરૂપ છે. તેના મનમાં બીજા દોષો પણ આવતાં નથી. તેના મનમાં જરાય ક્લેશ થતો નથી. જેમ બ્રાહ્મણ ચંડાળને અડતો નથી, જેમ સતી સ્ત્રી પરપુરુષને અડતી નથી, તેમ મુનિ ક્લેશને અડતો નથી.
અહીં ટૂંકો અર્થ આ પ્રમાણે છે - ભાવનાથી ભાવિત મુનિને પોતાનામાં અને બીજામાં ભેદ દેખાતો નથી. તેથી તેના ચિત્તમાં થોડો પણ ક્લેશ થતો નથી. તેથી તે ટૂંક સમયમાં મોક્ષ પામે છે. (૨૪)