Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 338
________________ योगसार: ३/२८ भवस्थितिं संविभाव्याऽसदाचारिजनेषु द्वेषो न कर्त्तव्यः २८९ ते धर्मं न कुर्वन्ति, परन्तु पापान्येव बहुमन्यन्ते । ते परेषां गुणान्न पश्यन्ति, परन्तु तेषां दोषानेव पश्यन्ति । गुणाधिकेषु ते मत्सरं कुर्वन्ति । ते तान्दृष्ट्वा न प्रमोदन्ते । तेऽपराधिषु कुप्यन्ति, न तु तान् क्षाम्यन्ति । दीनान्दृष्ट्वाऽपि तेषां हृदयं न द्रवति । दोषदुष्टस् तिरस्कुर्वन्ति । ते तेषु माध्यस्थ्यं न धारयन्ति । किं बहुनोक्तेन ? ते मनसा वचसा कायेन चाऽशुभेष्वेव प्रवर्त्तन्ते, न तु शुभेषु । इत्थं तेऽसदाचारिणो भवन्ति । दुःषमकाले बाहुल्येन लोका एवम्प्रकाराः सन्ति । केचिदेतद्विपरीताः सदाचारिणोऽपि भवन्ति । परन्तु तेऽतिस्तोका एव । अयं जगतो नियम एव - अस्मिन्दुः षमकाले लोका: प्राय एवम्प्रकारा एव भवन्तीति । ते कथमप्यसदाचारं परित्यज्य सदाचारिणो न भवन्ति । ततस्तेषु द्वेषो न कर्त्तव्यः । नदीपर्वतादिकं वीक्ष्य जनस्तेषु रागद्वेषौ न करोति, परन्तु तज्जगत्स्वरूपं मत्वा स्वीकरोति । जन: कर्मणो बन्धादिसिद्धान्तेषु द्वेषं न करोति, परन्तु जगत्स्वरूपं मत्वा तान्स्वीकरोति । तथा दुःषमकालेऽसदाचारिजनान् दृष्ट्वा तेषु द्वेषो न कर्त्तव्यो नापि तेषां प्रतीकारः બહુ ગમે છે. તેઓ બીજાના ગુણો જોતાં નથી, પણ બીજાના દોષો જ જુવે છે. તેઓ ગુણથી અધિક જીવો ઉપર ઇર્ષ્યા કરે છે. તેઓ તેમને જોઈને ખુશ થતાં નથી, તેઓ અપરાધીઓ ઉપર ગુસ્સે થાય છે, પણ તેમને માફ કરતાં નથી. દીન જીવોને જોઈને પણ તેમનું હૃદય પીગળતું નથી. દોષથી દુષ્ટ જીવોનો તેઓ તિરસ્કાર કરે છે. તેઓ તેમના વિષે મધ્યસ્થ બનતાં નથી. વધુ તો શું કહેવું ? તેઓ મનથી, વચનથી અને કાયાથી ખરાબ કાર્યોમાં જ પ્રવૃત્તિ કરે છે, સારા કાર્યોમાં નહીં. આમ તેઓ અસદાચારી બને છે. દુઃષમકાળમાં મોટા ભાગના લોકો આવા હોય છે. કેટલાક આનાથી વિપરીત સદાચારી પણ હોય છે, પણ તે થોડા જ હોય છે. આ જગતનો નિયમ જ છે કે આ દુઃષમકાળમાં લોકો પ્રાયઃ આવા જ હોય છે, તેઓ કોઈ પણ રીતે અસદાચારને છોડીને સદાચારી થતાં નથી. માટે તેમની ઉપર દ્વેષ ન કરવો. નદી-પર્વત વગેરેને જોઈને લોકો તેમની ઉપર રાગ-દ્વેષ કરતાં નથી, પણ તેમને જગતનું સ્વરૂપ માનીને સ્વીકારે છે. લોકો કર્મના બંધ વગેરે સિદ્ધાંતો ઉપર દ્વેષ કરતાં નથી, પણ જગતનું સ્વરૂપ માનીને તેમને સ્વીકારે છે. તેમ દુઃષમકાળમાં અસદાચારી લોકોને જોઈને તેમની ઉપર દ્વેષ ન કરવો, તેમનો પ્રતિકાર પણ ન કરવો, પણ જગતનું સ્વરૂપ સમજીને તેમને સ્વીકારવા. આમ સંસારનું સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350