________________
कालानुभावतो लोकाः प्रायोऽसदाचारिणः
योगसार: ३/३
भवस्य-संसारस्य स्थितिः - मर्यादेति भवस्थिति:, तां-भवस्थितिम् - संसारस्वरूपमित्यर्थः, संविभाव्य - सम्यग्विचार्य, तेषु - असदाचारिजनेषु, द्वेषः - तिरस्कारः, नशब्दो निषेधे, कर्त्तव्यः - कार्य: ।
२८८
अतीतकालेऽनन्तानि कालचक्राणि भूतानि । एष्यत्कालेऽप्यनन्तानि कालचक्राणि भविष्यन्ति । एकस्मिन्कालचक्रे एकोत्सर्पिणी भवत्येका चाऽवसर्पिणी । अवसर्पिण्यामुत्सर्पिण्यां च प्रत्येकं षडरकाः सन्ति । अवसर्पिण्या: षण्णामरकाणां नामान्येवम्-प्रथमः सुषमसुषमः, द्वितीयः सुषमः, तृतीयः सुषमदुःषमः, चतुर्थो दुःषमसुषमः, पञ्चमो दुःषमः, षष्ठश्च दुःषमदुःषमः । उत्सर्पिण्यामेतान्येव नामानि विपरीतक्रमेण ज्ञेयानि । अवसर्पिण्यां सर्वेऽपि भावा रसादिभिः क्रमशो हीयन्ते । उत्सर्पिण्यां सर्वेऽपि भावा रसादिभिः क्रमशो वर्धन्ते । अवसर्पिण्युत्सर्पिण्योर्विशेषस्वरूपं तु लोकप्रकाशादिग्रन्थान्तरेभ्यो ज्ञेयम् । सम्प्रति पञ्चसु भरतक्षेत्रेषु पञ्चसु ऐरवतक्षेत्रेषु चावसर्पिण्या: पञ्चमोऽरकः प्रवर्त्तते । ततः सम्प्रति सर्वेऽपि भावाः प्रथमारकसत्कभावापेक्षया हीनतराः । लोका अपि साम्प्रतं दोषपूर्णाः सत्त्वहीनाश्च। ततस्ते शिष्टाः प्रवृत्तीर्न कुर्वन्ति, परन्त्वशिष्टप्रवृत्तिष्वेव रतिं कुर्वन्ति । ते परोपकारं न कुर्वन्ति, परन्तु स्वार्थमेव समीहन्ते । तत्कृते च ते परेष्वपकारमपि कुर्वन्ति ।
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - ભૂતકાળમાં અનંતા કાળચક્રો થયા. ભવિષ્યમાં પણ અનંતા કાળચક્રો થશે. એક કાળચક્રમાં એક ઉત્સર્પિણી અને એક અવસર્પિણી થાય છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં દરેકમાં છ-છ આરા હોય છે. અવસર્પિણીના છ આરાઓના નામ આ પ્રમાણે છે - પહેલો સુષમસુષમ, બીજો સુષમ, ત્રીજો સુષમદુઃષમ, ચોથો દુઃષમસુષમ, પાંચમો દુઃષમ અને છઠ્ઠો દુઃષમદુઃષમ. ઉત્સર્પિણીમાં આ જ નામો ઊંધા ક્રમથી જાણવા. અવસર્પિણીમાં બધી વસ્તુઓના રસ વગે૨ે ક્રમશઃ ઘટે છે. ઉત્સર્પિણીમાં બધી વસ્તુઓના રસ વગેરે ક્રમશઃ વધે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીનું વિશેષ સ્વરૂપ તો લોકપ્રકાશ વગેરે અન્ય ગ્રંથોમાંથી જાણી લેવું. હાલ પાંચ ભરતક્ષેત્રોમાં અને પાંચ ઐરવતક્ષેત્રોમાં અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. માટે હાલ બધી વસ્તુઓ પહેલા આરાની વસ્તુઓ કરતાં ઊતરતી છે. લોકો પણ હાલ દોષોથી ભરેલા અને સત્ત્વ વિનાના છે. તેથી તેઓ સજ્જનોને છાજે એવી પ્રવૃત્તિઓ કરતાં નથી, પણ ખરાબ પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહે છે. તેઓ પરોપકાર કરતાં નથી, પણ સ્વાર્થને જ ઇચ્છે છે અને તેની માટે તેઓ બીજાઓ ઉપર અપકાર પણ કરે છે. તેઓ ધર્મ કરતાં નથી, પણ પાપો જ તેમને