________________
२८६
जने तोषरोषाभ्यां न कोऽपि लाभः योगसारः ३/२७ बाह्यवस्तुभिस्तत्कृतबाह्यानुकूलताभिश्च साधकस्य न किमपि प्रयोजनम् । ततः साधकेन बहिर्बुद्धिजनस्य रञ्जनाय न प्रयतनीयम् । निपुणो हि नरस्तत्रैव प्रवर्त्तते यत्र लाभो भवति । ___ बहिर्बुद्धिर्जनो यदा साधकस्याऽहितं करोति तदा स तु तत्र निमित्तमात्रमस्ति । साधकस्याशुभकर्मोदयेनैव तस्याऽहितं भवति । ततो बहिर्बद्धिजने रोषकरणेन न कोऽपि लाभो भवति । ततः साधकेन स्वाशुभकर्मस्वेव कोपनीयम् । तेनाऽशुभकर्मणां निर्जरार्थं पुनर्बन्धनिवारणार्थञ्च यतनीयम् । बहिर्बुद्धिजनो यदा साधकस्य हितं करोति तदाऽपि स तु तत्र निमित्तमात्रमेव । साधकस्य शुभकर्मोदयेनैव तस्य हितं भवति । ततो बहिर्बुद्धिजने मोदनेनाऽपि न कोऽपि लाभः । साधकेन शुभकर्मोदयं तस्य च स्तोककालभावित्वं विचार्य समतामग्नेन भाव्यम् । इत्थं तेन बहिर्बुद्धिजने रोषतोषौ न कर्त्तव्यौ यथा परमात्मपार्श्वनाथेनोपसर्गकर्तरि कमठे उपसर्गरक्षितरि धरणेन्द्रे च रोषतोषौ न कृतौ । बहिर्बुद्धिजने रोषतोषाभ्यां साधकस्य न कोऽपि लाभो भवति, प्रत्युत तस्याऽहितमेव બાહ્યબુદ્ધિવાળા લોકોએ આપેલી બાહ્ય વસ્તુઓની અને બાહ્ય અનુકૂળતાઓની સાધકને કંઈ પણ જરૂર નથી. માટે સાધકે બાહ્યબુદ્ધિવાળા લોકોને ખુશ કરવા પ્રયત્ન ન કરવો. હોંશિયાર માણસ ત્યાં જ પ્રવૃત્તિ કરે જ્યાં લાભ થાય.
બાહ્યબુદ્ધિવાળા લોકો જ્યારે સાધકનું અહિત કરે છે, ત્યારે તેઓ તો તેમાં માત્ર નિમિત્ત છે. સાધકના અશુભ કર્મોના ઉદયથી જ તેનું અહિત થાય છે. માટે બાહ્યબુદ્ધિવાળા લોકો ઉપર ગુસ્સો કરવાથી કંઈ પણ ફાયદો નથી. તેથી સાધકે પોતાના ખરાબ કર્મો ઉપર જ ગુસ્સો કરવો. તેણે અશુભ કર્મોની નિર્જરા માટે અને ફરી બંધ અટકાવવા માટે પ્રયત્ન કરવો. બાહ્યબુદ્ધિવાળા લોકો જ્યારે સાધકનું હિત કરે છે, ત્યારે પણ તેઓ તો તેમાં માત્ર નિમિત્ત જ છે. સાધકના શુભ કર્મોના ઉદયથી જ તેનું હિત થાય છે. માટે બાહ્યબુદ્ધિવાળા લોકો ઉપર ખુશ થઈને પણ કોઈ લાભ નથી. સાધકે શુભ કર્મોનો ઉદય અને તેનું થોડો સમય ટકવાપણું વિચારીને સમતામાં મગ્ન થવું. આમ તેણે બાહ્યબુદ્ધિવાળા લોકો ઉપર ગુસ્સો ન કરવો અને ખુશ ન થવું, જેમ પરમાત્મા પાર્શ્વનાથે ઉપસર્ગ કરનારા કમઠ ઉપર અને ઉપસર્ગથી બચાવનાર ધરણેન્દ્ર ઉપર રાગદ્વેષ ન કર્યા. બાહ્યબુદ્ધિવાળા લોકો પર રાગદ્વેષ કરવાથી સાધકને કોઈ પણ લાભ થતો નથી. ઊલટું તેનું અહિત જ થાય છે. જો