Book Title: Yogsar Part 01
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 334
________________ योगसारः ३/२७ तुष्टरुष्टेन जनेन न कोऽपि लाभः ૨૮ तत्त्वदृशः सर्वं यथातत्त्वं पश्यन्ति । यदुक्तं ज्ञानसारे तत्त्वदृष्ट्यष्टके - 'बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी । तत्त्वदृष्टेस्तु सा साक्षा-द्विण्मूत्रपिठरोदरी ॥४॥ लावण्यलहरीपुण्यं, वपुः पश्यति बाह्यदृग् । तत्त्वदृष्टिः श्वकाकानां, भक्ष्यं कृमिकुलाकुलम् ॥५॥ गजाश्वर्भूपभुवनं, विस्मयाय बहिर्दशः । तत्राश्वेभवनात्कोऽपि, भेदस्तत्वदृशस्तु न ॥६॥ भस्मना केशलोचेन, वपुर्धृतमलेन वा । महान्तं बाह्यदृग् वेत्ति, चित्साम्राज्येन तत्त्ववित् ॥७॥' बहिर्बुद्धिर्जनो यदि रुष्यति तद्यपि साधकस्य न काचिदपि हानिर्भवति । बहिर्बुद्धिर्जनो रोषवशेन साधकं तिरस्कुर्यात् प्रहरेद्वा । तथापि साधकस्य न किमपि हीयते, यतः स समतामग्नोऽस्ति । बहिर्बुद्धिर्जनो यदि तुष्यति तयपि साधकस्य न कोऽपि लाभो भवति । तोषवशेन स साधकाय बाह्यवस्तूनि दद्यात् बाह्यानुकूलतां वा तस्य कुर्यात् । साधकस्य तु स्वभावलाभादन्यत्किञ्चिदपि प्राप्तव्यं नाऽवशिष्यते । ततो बहिर्बुद्धिजनदत्तચિત્ત વડે માત્ર બાહ્યભાવો દેખાય છે. કાચ ન હોય તો બધું બરાબર દેખાય છે. એમ તત્ત્વદષ્ટિવાળા બધું સાચું સ્વરૂપ જુવે છે. જ્ઞાનસારમાં તત્ત્વદૃષ્ટિ અષ્ટકમાં કહ્યું છે - “બાહ્યદૃષ્ટિવાળાને સ્ત્રી અમૃતના સારથી ભરેલી લાગે છે, તત્ત્વદષ્ટિવાળાને તો તે સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રની કોઠી જેવા પેટવાળી દેખાય છે. (૪) બાહ્યદષ્ટિવાળો શરીરને લાવણ્યની લહેરથી પવિત્ર જુવે છે. તત્ત્વદૃષ્ટિવાળો તેને કૂતરા અને કાગડાના ભક્ષ્યરૂપ અને કૃમિઓના સમૂહથી યુક્ત જુવે છે. (૫) હાથી-ઘોડાથી યુક્ત રાજાનો મહેલ બાહ્યદષ્ટિવાળાના આશ્ચર્ય માટે થાય છે. તત્ત્વદૃષ્ટિવાળાને તેમાં ઘોડા-હાથીના વન કરતા કોઈ પણ ભેદ દેખાતો નથી. (૬) બાહ્યદૃષ્ટિવાળો રાખથી, વાળના લોચથી કે શરીર ઉપર ધારણ કરેલા મેલથી મહાનને જાણે છે, તત્ત્વદૃષ્ટિવાળો જ્ઞાનના સામ્રાજયથી મહાનને જાણે છે. (૭) બાહ્યબુદ્ધિવાળા લોકો જો ગુસ્સે થાય તો પણ સાધકને કોઈ પણ હાનિ થતી નથી. બાહ્યબુદ્ધિવાળા લોકો ગુસ્સાથી સાધકનો તિરસ્કાર કરે અથવા તેની ઉપર પ્રહાર કરે, છતાં પણ સાધકનું કંઈ પણ બગડતું નથી, કેમકે તે સમતામાં મગ્ન હોય છે. બાહ્યબુદ્ધિવાળા લોકો જો ખુશ થાય તો પણ સાધકને કોઈ લાભ થતો નથી. ખુશ થઈને તેઓ સાધકને બાહ્ય વસ્તુઓ આપે કે બાહ્ય અનુકૂળતા કરી આપે. સાધકને તો સ્વભાવના લાભ સિવાય બીજું કંઈ પણ મેળવવાનું બાકી નથી. તેથી

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350