________________
परमात्म्गुर्वात्मानस्तोषणीयाः
योगसारः ३/२६
I
1
मुनिना परमात्मा तोषयितव्यः । परमात्मा वीतरागोऽस्ति । मुनिना स्वजीवने तदाज्ञा पालनीया । साधुजीवनस्य सर्वाः क्रियाः कुर्वता तेन जिनाज्ञा स्मरणीया । तेन सदा परमात्मभक्तिः कर्त्तव्या । एवं तेन परमात्मा तोषितो भवति । मुनिना स्वहृदये परमात्मा बहुमन्तव्य: । एवमपि तेन परमात्मा तोषितो भवति । मुनिना सद्गुरुरपि तोषयितव्यः । मुनिना गुर्विच्छानुसारेण जीवितव्यम् । तेन सदा गुर्वाज्ञा पालनीया । तेनाऽऽहारादिभिस्तद्भक्तिः कर्त्तव्या । तेन सदा गुरोर्वर्णवादः कर्त्तव्यः । गुरुर्गीतार्थोऽस्ति । स लाभालाभौ जानाति । तत: स यद्भाषते तद्विचारं विनाऽनुष्ठेयम् । आपाततो हानिकरं भासमानमपि तद्वचनं परिणामतो लाभदायि भवति । मुनिना स्वमनोवाक्काया गुरवे समर्पणीयाः । तेन स्वीयमस्तित्वं गुरौ विलीनीकर्त्तव्यम् । एवं तेन गुरुः परमात्मस्वरूपो मन्तव्यः । एवं गुरुस्तोषितो भवति । गुर्वाराधनप्रकाराः धर्माचार्यबहुमानकुलकादस्मद्रचिततट्टीकातश्च ज्ञेयाः । मुनिना स्वात्माऽपि तोषणीयः । सम्प्रत्यात्मा विभावदशां प्राप्तः । ततस्तद्दोषाणां
I
२८२
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ મુનિએ ૫૨માત્માને ખુશ કરવા. પરમાત્મા વીતરાગ છે. મુનિએ પોતાના જીવનમાં તેમની આજ્ઞા પાળવી જોઈએ. સાધુ જીવનની બધી ક્રિયાઓ કરતાં તેણે ભગવાનની આજ્ઞા યાદ કરવી. તેણે હંમેશા પરમાત્માની ભક્તિ કરવી. એમ કરવાથી તેના વડે પરમાત્મા ખુશ થાય છે. મુનિએ પોતાના હૃદયમાં પરમાત્મા પ્રત્યે બહુમાન રાખવું. આમ કરવાથી પણ તેના વડે પરમાત્મા ખુશ થાય છે. મુનિએ સદ્ગુરુને પણ ખુશ કરવા. મુનિએ ગુરુની ઇચ્છા પ્રમાણે જીવવું. તેણે હંમેશા ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું. તેણે આહાર વગેરેથી તેમની ભક્તિ કરવી. તેણે હંમેશા ગુરુના ગુણાનુવાદ કરવા. ગુરુ ગીતાર્થ છે. તેઓ લાભાલાભને જાણે છે. તેથી તેઓ જે કહે તે વિચાર્યા વિના કરવું. પહેલી દષ્ટિએ નુકસાનકારી લાગતું એવું પણ તેમનું વચન પરિણામે લાભદાયી બને છે. મુનિએ પોતાના મન-વચન-કાયા ગુરુદેવને સોંપવા. તેણે પોતાનું અસ્તિત્વ ગુરુમાં ઓગાળી નાંખવું. તેણે ગુરુને પરમાત્મા સ્વરૂપ માનવા. એમ કરવાથી તેના વડે ગુરુ ખુશ થાય છે. ગુરુદેવની આરાધનાના પ્રકારો ધર્માચાર્યબહુમાનકુલકમાંથી અને અમે રચેલ તેની ટીકામાંથી અને ટીકાના ભાવાનુવાદમાંથી જાણી લેવા. મુનિએ પોતાના આત્માને પણ ખુશ કરવો. હાલ આત્મા વિભાવદશાને પામેલો છે. તેથી તેના
-