________________
२६८
परोऽस्वाधीनः
योगसारः ३ /२०
एवाऽस्ति । इत्थं संसारी जीवो रागादिभिः कलुषितोऽस्ति । स दोषैः पूर्णोऽस्ति । स स्वतन्त्रोऽस्ति । ततस्तेन स्वात्मनि समताया आधानं कर्त्तुं शक्यम् ।
।
परेऽपि संसारिजीवा रागादिभिः कलङ्किता दोषैश्च दूषिताः सन्ति, परन्तु ते तेषां वशे सन्ति, न त्वस्य संसारिजीवस्य वशे । ततस्तेन तेषां समीकरणं शक्यं स्यान्नवा । स तानुपदेशमेव दातुं शक्नोति । आत्मनः समीकरणप्रयासस्तु तैरेव कर्त्तव्यः । ते तु तथा कुर्युर्नवा । ते कदाचित्तस्योपदेशमेव न शृणुयुः । उपदेश श्रवणेऽपि ते कदाचित्तदनुसारेण न प्रवर्त्तेरन् । उपदेशानुसारेण प्रवर्त्तनेऽपि ते कदाचित् स्वात्मनि साम्यमापादयितुं न शक्नुयुः । ततस्तेषां प्रयासो विफलः स्यात् । तस्य स्वात्मा तु तस्य वशे वाऽस्ति । ततो यदि तेन तत्र समताऽऽधानं कर्त्तुं निश्चयप्रयत्रौ कृतौ तर्हि सोऽवश्यं समताभावितो ભવેત્ । ત્યં તસ્ય યત: સત: સ્થાત્ ।
I
यः स्वाधीनं स्वं परित्यज्य पराधीनं परं समीकर्तुमभिषति स उभयभ्रष्टो भवति । तेन परोऽपि समो न जायते नापि स्वात्मा । ततः स दुर्लभं मानुष्यं जिनधर्मं च प्राप्य मुधा हारयति । સંસારી જીવ રાગ વગેરેથી કલુષિત છે. તે દોષોથી ભરેલો છે. તે સ્વતંત્ર છે. તેથી તેની માટે પોતાના આત્મામાં સમતાને લાવવી શક્ય છે.
બીજા પણ સંસારી જીવો રાગ વગેરેથી કલંકિત છે અને દોષોથી દૂષિત છે. પણ તેઓ તેમના વશમાં છે, આ સંસારી જીવના વશમાં નથી. તેથી તે તેમને સમ કરી શકે અથવા ન પણ કરી શકે. તે તેમને ઉપદેશ જ આપી શકે છે. આત્માને સમ કરવાનો પ્રયાસ તો તેમણે જ કરવાનો છે. તેઓ તો તેમ કરે કે ન પણ કરે. તેઓ કદાચ તેના ઉપદેશને જ ન સાંભળે. ઉપદેશ સાંભળવા છતાં તેઓ કદાચ તેને અનુસારે ન પ્રવર્તે. ઉપદેશ અનુસાર પ્રવર્તવા છતાં પણ તેઓ કદાચ પોતાના આત્મામાં સમતા ન લાવી શકે. તેથી તેનો પ્રયાસ નિષ્ફળ થાય. તેનો પોતાનો આત્મા તો તેના વશમાં જ છે. તેથી જો તેમાં સમતા લાવવા નક્કી કરાય અને પ્રયત્ન કરાય તો તે અવશ્ય સમતાથી ભાવિત થાય. આમ તેની મહેનત સફળ થાય.
જે પોતાને આધીન એવા પોતાને છોડીને પરાધીન એવા બીજાને સમ બનાવવા ઇચ્છે છે, તે ઉભયથી ભ્રષ્ટ થાય છે. તેનાથી બીજા પણ સમ થતાં નથી અને પોતાનો આત્મા પણ સમ થતો નથી. તેથી તે દુર્લભ એવું મનુષ્યપણું અને જૈન ધર્મ પામીને ફોગટ હારી જાય છે.