________________
सर्वक्रियासु साम्यं धर्त्तव्यम्
योगसार: ३/१८
शुभाऽशुभवचनानि भाषते तर्ह्यपि सुयोगिना समता सेव्या । यदि परः सुयोगिनं प्रति शुभाशुभं चेष्टते तर्ह्यपि सुयोगिना समत्वं धर्त्तव्यम् । निद्रावस्थायामपि सुयोगिना समता धार्या । स्वप्नदशायामपि तेन कुत्रचिदपि रागद्वेषौ न करणीयौ । जाग्रदवस्थायामपि तेन समता धार्या । रात्रिसमयेऽपि तेन समत्वं धार्यम् । दिवससमयेऽपि तेन समत्वं धर्त्तव्यम् । सर्वक्रियासु तेन समेन भाव्यम् । मनसा वाचा कायेन च तेन समता साध्या । साम्येन शीघ्रमेव केवलज्ञानमाप्यते । उक्तञ्च समाधिसाम्यद्वात्रिंशिकायां महोपाध्यायश्रीयशोविजयगणिभिः – 'बबन्ध पापं नरकेषु वेद्यं, प्रसन्नचन्द्रो मनसाऽप्रशान्तः । तत्कालमेव प्रशमे तु लब्धे, समाधिभृत् केवलमाससाद ॥२१॥
२६०
इदमुक्तं भवति-योगिना सर्वजीवेषु, सर्वपदार्थेषु, सर्वक्रियासु, सर्वप्रसङ्गेषु, सर्वकालेषु, सर्वक्षेत्रेषु, सर्वभावेषु च समता धारणीया । तस्य सर्वप्रवृत्तिषु समत्वमेव दृश्यते । अधिककथनेन किम् ? योगिनः सम्पूर्णं जीवनमेव समतावासितं भवति । स यत्र यत्र गच्छति तत्र तत्र समतासुगन्धो विस्तरति ॥१७॥
જો બીજો કોઈ અપ્રમત્ત યોગી માટે સારા કે ખરાબ વચનો બોલે તો પણ તેણે સમતા રાખવી. જો બીજો કોઈ અપ્રમત્ત યોગી પ્રત્યે સારું કે ખરાબ વર્તન કરે તો પણ તેણે સમતા રાખવી. ઊંઘમાં પણ તેણે સમતા રાખવી. સ્વપ્રમાં પણ તેણે ક્યાંય રાગદ્વેષ ન કરવા. જાગ્રત અવસ્થામાં પણ તેણે સમતા રાખવી. રાત્રે પણ તેણે સમતા રાખવી. દિવસે પણ તેણે સમતા રાખવી. બધી ક્રિયાઓમાં તેણે સમ બનવું. મનથી, વચનથી અને કાયાથી તેણે સમતા સાધવી. સમતાથી શીઘ્ર કેવળજ્ઞાન મળે છે. મહોપાધ્યાયશ્રીયશોવિજયજીએ સમાધિસામ્યદ્વાત્રિંશિકામાં કહ્યું છે, ‘મનથી અશાંત પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ નરકમાં ભોગવવા યોગ્ય પાપ બાંધ્યું. સમતા મળે છતે સમાધિવાળા તેઓ તરત જ કેવળજ્ઞાન પામ્યા. (૨૧)’
અહીં કહેવાનો ભાવ આવો છે - યોગીએ બધા જીવો ઉપર, બધા પદાર્થો ઉ૫૨, બધી ક્રિયાઓમાં, બધા પ્રસંગોમાં, બધા કાળોમાં, બધા ક્ષેત્રોમાં અને બધા ભાવોમાં સમતા રાખવી. તેની બધી પ્રવૃત્તિઓમાં સમતા દેખાય છે. વધુ તો શું કહેવું ? યોગીનું આખું ય જીવન જ સમતાથી વાસિત હોય છે. તે જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમતાની સુગંધ ફેલાય છે. (૧૭)