________________
२६२ स्वमेवैकं समं कुरु
योगसारः ३/१८ यदाऽऽत्मनि साम्यस्य प्रतिष्ठा भवति तदा स आत्मा सर्वभूतेषु समो भवति । स रागद्वेषौ न करोति । स सर्वेषामपि हितमेव करोति । स जीवान्न पीडयति । स सदा शुभेष्वेव प्रवर्त्तते । ततो विश्वं तस्मिन् प्रसन्नीभवति । सर्वेऽपि तदर्थं शुभमेव चिन्तयन्ति ।
नरा लोकरञ्जनार्थं विविधं चेष्टन्ते । ते लोकान्स्वान्प्रत्याकर्षणायाऽभिलषन्ति । यद्यात्मनि समताया आधानं भवति तर्हि विश्वं तस्मिन्नात्मनि प्रमुदितमेव । ततो लोकरञ्जनप्रयासो वृथा । अयमेव लोकरञ्जनोपायो यत् स्वात्मा समतया भावनीयः । अन्याभिश्चेष्टाभिर्जना न सन्तुष्यन्ति । यदाऽऽत्मा समताभावितो भवति तदा जना अपि तस्मिन्सन्तुष्यन्ति । ततो लोकरञ्जनोपायान् विमुच्य स्वात्मनि समताऽऽधानाय प्रयतनीयम्।
परमार्थतोऽप्रमत आत्मैवाऽऽत्मनो मित्रं प्रमत्तश्चाऽऽत्मैवाऽऽत्मनोऽमित्रम्, बाह्यमित्रामित्रविकल्पस्त्वौपचारिकः । उक्तञ्च आचाराङ्गसूत्रे -'पुरिसा ! तुममेव तुमं मित्तं, किं बहिया मित्तमिच्छसि ? ॥१/३/३/१२४॥' (छाया -पुरुष ! त्वमेव तव मित्रम्, किं बहिमित्रमिच्छसि? ॥१/३/३/१२४॥) उत्तराध्ययनसूत्रेऽप्युक्तम् – 'अप्पा कत्ता विकत्ता
જયારે આત્મામાં સમતાની પ્રતિષ્ઠા થાય છે ત્યારે તે આત્મા બધા જીવો ઉપર સમાન બને છે. તે રાગ-દ્વેષ કરતો નથી, તે બધાયનું હિત જ કરે છે. તે જીવોને પીડતો નથી. તે હંમેશા સારા કાર્યોમાં જ પ્રવર્તે છે. તેથી વિશ્વ તેની ઉપર પ્રસન્ન થાય છે. બધાય તેની માટે સારું જ વિચારે છે.
મનુષ્યો લોકોને ખુશ કરવા વિવિધ ચેષ્ટાઓ કરે છે. તેઓ લોકોને પોતાના તરફ ખેંચવા ઝંખે છે. જો આત્મામાં સમતા આવે તો વિશ્વ તે આત્મા ઉપર ખુશ જ છે. તેથી લોકોને ખુશ કરવાનો પ્રયાસ નકામો છે. લોકોને ખુશ કરવાનો આ જ ઉપાય છે કે પોતાના આત્માને સમતાથી ભાવિત કરવો. બીજી ચેષ્ટાઓથી લોકો ખુશ થતાં નથી. જ્યારે આત્મા સમતાથી ભાવિત થાય છે, ત્યારે લોકો પણ તેની ઉપર ખુશ થાય છે. માટે લોકોને ખુશ કરવાના ઉપાયોને છોડીને પોતાના આત્મામાં સમતા લાવવા પ્રયત્ન કરવો.
હકીકતમાં અપ્રમત્ત આત્મા જ આત્માનો મિત્ર છે અને પ્રમત્ત આત્મા જ આત્માનો દુશ્મન છે, બહારના મિત્ર-શત્રની કલ્પના તો ઔપચારિક છે. આચારાંગસૂત્રમાં કહ્યું છે, “હે જીવ! તારો તું જ મિત્ર છે, બહાર મિત્રને શા માટે શોધે છે? (૧/૩/૩/૧૨૪)” ઉત્તરાધ્યયનસૂત્રમાં પણ કહ્યું છે, દુઃખો અને સુખોને