________________
योगसारः ३/१४
अभ्यन्तरवैरिभिरात्मनि जिते दुःखागमः
२५५
वैराग्यरङ्गकुलके - 'अप्पाणं अप्पवसे कुणंति जे तेसिं तिजयमवि वसयं । जेसिं न वसो अप्पा ते हुंति से तिहुअणस्स ॥२३॥ जेण जिओ निअअप्पा दुग्गइदुक्खाई तेण जिणिआई । जेणप्पा नेव जिओ सो उ जिओ दुग्गइदुहेहि ॥२४॥' (छाया आत्मानमात्मवशे कुर्वन्ति ये तेषां त्रिजगदपि वशगम् । येषां न वशः आत्मा ते भवन्ति वशे त्रिभुवनस्य ||२३|| येन जितो निजात्मा दुर्गतिदुःखानि तेन जितानि । येनाऽऽत्मा नैव जित: स तु जितो दुर्गतिदुःखैः ||२४||) तत्त्वामृतेऽप्युक्तम् – 'आत्मा यस्य वशे नास्ति, कुतस्तस्य परो जनः । आत्माधीनस्य शान्तस्य, त्रैलोक्यं वशवर्त्ति च ॥३०४॥'
I
आन्तरशत्रवो जीवानां गुणान्लुण्टन्ति । ततस्तत्पुनः प्राप्त्यर्थं तैः सह युद्धं करणीयम् । इदं जीवनं युद्धायैव । उक्तञ्चागमे - 'जुद्धारिहं खलु जीवियं ।' (छाया - युद्धार्हं खलु जीवितम् ।) आन्तरयुद्धे यद्यात्मा स्वपौरुषं न स्फोरयति तर्हि तस्य पराजयो भवति । आन्तरयुद्धे यद्यात्मनः पराजयो भवत्यान्तरशत्रूणाञ्च विजयो भवति तर्त्यात्मा स्वरूपाद्भ्रश्यति। तत: स संसाराटवीं प्रविश्य दीर्घकालं घोरदुःखान्यनुभवति । आन्तरशत्रुसङ्केता
જીતતો નથી તે ત્રણે ભુવનનો દાસ થાય છે. વૈરાગ્યરંગકુલકમાં કહ્યું છે 'भेजो આત્માને પોતાના વશમાં કરે છે ત્રણે જગત પણ તેના વશમાં થાય છે. જેમનો આત્મા પોતાના વશમાં નથી તેઓ ત્રણે ભુવનના વશમાં થાય છે. (૨૩) જેણે પોતાના આત્માને જિત્યો તેણે દુર્ગતિના દુઃખો જીત્યા. જેણે આત્માને ન જીત્યો તે દુર્ગતિના દુઃખોથી જિતાયો. (૨૪)' તત્ત્વામૃતમાં પણ કહ્યું છે - ‘જેનો આત્મા વશમાં નથી બીજા લોકો તેના વશમાં શી રીતે થાય ? જેનો આત્મા વશમાં છે એવા શાન્ત જીવના ત્રણે લોક વશમાં છે. (૩૦૪)'
અંદરના દુશ્મનો જીવોના ગુણોને લૂંટે છે. તેથી તેમને પાછા મેળવવા તેમની સાથે યુદ્ધ કરવું. આ જીવન યુદ્ધ માટે જ છે. આગમમાં કહ્યું છે - ‘જીવન યુદ્ધને યોગ્ય છે.’ અંદરના યુદ્ધમાં જો આત્મા પોતાનો પુરુષાર્થ ફો૨વતો નથી તો તેનો પરાજય થાય છે. અંદરના યુદ્ધમાં જો આત્માનો પરાજય થાય અને અંદરના દુશ્મનોનો વિજય થાય તો આત્મા સ્વરૂપથી ભ્રષ્ટ થાય છે. પછી તે સંસારરૂપી જંગલમાં પેસીને લાંબા સમય સુધી ઘોર દુઃખોને અનુભવે છે. અંદરના દુશ્મનોના