________________
साम्यसुखमिन्द्रचक्रवर्त्तिवासुदेवसुखादधिकम्
योगसार: ३/७
चक्रवर्त्ती षण्णां खण्डानामधिपतिः । स षण्णवतिकोटिग्रामाणां चतुःषष्टिसहस्रस्त्रीणां चतुरशीतिलक्षगजाश्वरथपदातीनां स्वामी । तस्यर्द्धिर्विपुला । तथापि तस्य सुखं समतासुखभोगिनो योगिनः सुखस्य तुल्यं नास्ति ।
इन्द्रो देवदेवीनामधिपतिः । सोऽनेकविमानानां स्वामी । स सामानिक - त्रायस्त्रिंशलोकपाल-अनिक-सेनापति- पार्षद्य-आत्मरक्षक-प्रकीर्णकादिदेवानामाधिपत्यं करोति । सौधर्मेन्द्रस्याष्टावग्रमहिष्यः । एकैकाऽग्रमहिषी अष्टसहस्ररूपाणि विकुर्वति । इन्द्रोऽपि चतुःषष्टिसहस्ररूपाणि विकुर्व्य ताभि: सह प्रवीचारसुखमनुभवति । इन्द्रस्य शक्तिरचिन्त्या । तथापि तस्य सुखं समताभाजो योगिनः सुखस्य समानं नास्ति ।
२३८
इत्थं समताभृतो योगिनः सुखं सर्वं सांसारिकसुखमतिशेते । ततः सांसारिकं सुखं त्यक्त्वा समतासुखप्राप्त्यर्थमेव प्रयतनीयम् ।
समतया योगी सर्वकर्माणि क्षपयित्वा परमपदं प्राप्नोति । तत्र च साद्यनन्तं कालं
ચક્રવર્તી છ ખંડનો માલિક છે. તે ૯૬ કરોડ ગામ, ૬૪ હજાર સ્ત્રીઓ, ૮૪ લાખ હાથી, ૮૪ લાખ ઘોડા, ૮૪ લાખ ૨થ, ૮૪ લાખ સૈનિકોનો સ્વામી છે. તેની ઋદ્ધિ ઘણી હોય છે, છતાં પણ તેનું સુખ સમતા સુખને ભોગવનારા યોગીના સુખની સમાન નથી.
ઈન્દ્ર દેવ-દેવીઓનો માલિક છે. તે અનેક વિમાનોનો માલિક છે. સામાનિક, ત્રાયશ્રિંશક, લોકપાલ, સૈન્ય, સેનાપતિ, પર્ષદાના, આત્મરક્ષક, પ્રકીર્ણક વગેરે દેવોનો તે સ્વામી છે. સૌધર્મેન્દ્રની ૮ ઇન્દ્રાણીઓ હોય છે. એક-એક ઇન્દ્રાણી ૮૦૦૦ રૂપો વિકુર્વે છે. ઈન્દ્ર પણ ૬૪,૦૦૦ રૂપો વિકુર્તીને તેમની સાથે સંભોગના સુખને અનુભવે છે. ઈન્દ્રની શક્તિ અચિંત્ય છે. છતાં પણ તેનું સુખ સમતાવાળા યોગીના સુખની સમાન નથી.
આમ સમતાવાળા યોગીનું સુખ બધા સાંસારિક સુખો કરતાં ચઢિયાતું છે. તેથી સાંસારિક સુખને છોડીને સમતાસુખને મેળવવા જ પ્રયત્ન કરવો જોઈએ.
સમતાથી યોગી બધા કર્મોનો ક્ષય કરીને પરમપદ પામે છે. ત્યાં સાદિ અનંતકાળ