________________
योगसारः ३/७ साम्यसुखमद्वितीयम्
२३७ पद्मीया वृत्तिः - साम्यामृतविनिर्मग्नः - साम्यम्-समता, तदेव अमृतम्-सुधेति साम्यामृतम्, तत्र विशेषेण निर्मग्नः-सम्पूर्णतया प्लावित इति साम्यामृतविनिर्मग्नः, योगी - योगसमाराधकः, यत् - अवर्णनीयम्, सुखम् - आनन्दम्, प्राप्नोति - लभते, तत् - तादृशम्, सुखम् - आह्लादरूपम्, नशब्दो निषेधे, उपेन्द्रस्य - वासुदेवस्य, नशब्दो निषेधे, इन्द्रस्य - देवाधिपतेः, नशब्दो निषेधे, चशब्दः समुच्चये, एवशब्दः सर्वथा निषेधं द्योतयति, चक्रिणः - षटखण्डाधिपतेः, अस्तीति क्रियापदमत्राध्याहार्यम् । ___ योगी कषायविषयान्दुःखरूपान्मत्वा तान्परिहरति । स सर्वसङ्गत्यागं सुखरूपं मत्वा तं करोति । ततस्तस्य चित्ते रागद्वेषयोर्हासो भवति । ततस्तच्चित्तं निर्मलं भवति । तत्र समता प्रादुर्भवति । समताऽमृततुल्या भवति । अमृतमेकस्मान्मरणान्मोचयति । समता तु मुक्तिं ददाति । ततश्च साद्यनन्तकालं यावत् मरणाभावो भवति । योगिनः समताऽमृतस्य केवलं स्पर्शनैव न भवति, परन्तु योगीनः सर्वप्रवृत्तिषु समता दृश्यते । तत इदमुक्तं -योगी समताऽमृते विनिर्मग्न इति । समतामृतविनिर्मग्नश्च योगी यमानन्दमनुभवति सोऽवर्णनीयः। तस्योपमा न विद्यते । स सांसारिकसुखातीतो भवति । कस्यचिदपि सांसारिकजन्तोस्तादृशं सुखं न विद्यते ।
वासुदेवस्त्रयाणां खण्डानामधिपतिः । चक्रवर्वृद्धिसकाशात्तस्यद्धिरर्द्धप्रमाणा । तस्य सुखं योगिसुखतुल्यं नास्ति ।
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - યોગી કષાયો-વિષયોને દુઃખરૂપ માનીને તેમને છોડી દે છે. તે સર્વ સંગોના ત્યાગને સુખરૂપ માનીને તેને કરે છે. તેથી તેના મનમાં રાગદ્વેષનો નાશ થાય છે. તેથી તેનું મન નિર્મળ થાય છે. તેમાં સમતા પ્રગટે છે. સમતા અમૃત જેવી છે. અમૃત એક મરણમાંથી છોડાવે છે. સમતા તો મોક્ષ આપે છે અને તેથી સાદિ અનંતકાળ સુધી મરણનો અભાવ થઈ જાય છે. યોગીને સમતારૂપી અમૃતની માત્ર સ્પર્શના જ નથી થતી પણ યોગીની બધી પ્રવૃત્તિઓમાં સમતા દેખાય છે. માટે એમ કહ્યું કે યોગી સમતારૂપી અમૃતમાં ડૂબેલ છે. સમતારૂપી અમૃતમાં ડૂબેલ યોગી જે આનંદને અનુભવે છે, તે અવર્ણનીય છે. તેની કોઈ ઉપમા નથી. તે સાંસારિક સુખને ઓળંગી ગયેલ હોય છે. કોઈપણ સંસારી જીવને તેવું સુખ હોતું નથી.
વાસુદેવ ત્રણ ખંડનો માલિક છે. ચક્રવર્તી કરતાં તેની ઋદ્ધિ અડધી હોય છે. તેનું સુખ યોગીના સુખની સમાન નથી.