________________
२४२
क्रोधमानलोभविलयोपायः
योगसार: ३/८,९,१०,११
अपराधिनस्तु निमित्तमात्राः सन्ति । ततः कर्मसु कोपः कर्त्तव्यो नाऽपराधिषु । कर्मवशवर्त्तिनोऽपराधिनोऽपराधान्कुर्वन्ति । ततस्तेषु दया कर्त्तव्या, न तु कोप: । उक्तञ्च धर्मोपदेशश्लोकेषु पूर्वमुनिपतिविरचितेषु - 'कोपं न कुर्यान्निर्वाण-मार्गलुण्टाकपोषकम् । ... ॥३७॥' इत्थं यदाऽपराधिषु क्रोधो न भवति तदा साम्यं प्रादुर्भवति ।
जनाः परेषां पराजये स्वस्य च विजये हर्षमनुभवन्ति । अयं हर्षो मानरूपः । जनाः स्वात्मानं परेभ्योऽधिकं मन्यन्ते । तत एव तेषां मानो भवति । यदा परे जीवाः स्वात्मतुल्या भासन्ते तदा तेषां पराजये स्वस्यानन्दो न भवति, परन्तु तेषां विजये एव स्वात्माऽऽनन्दमनुभवति । इत्थं मानस्य निग्रहो भवति । यदा मानस्य क्षयो भवति तदा साम्यं प्रादुर्भवति ।
पदार्थसम्प्राप्तौ ग्रहणेच्छा भवति । सा लोभरूपा । पदार्थाः पुद्गलपरिणामरूपाः । परिवर्त्तनशीलेषु पदार्थेषु मूर्च्छाकरणेन किं प्रयोजनम् ? यदि मूर्च्छा क्रियते तर्हि पदार्थे नष्टे वियुक्ते वाऽऽर्त्तध्यानं भवति । ततः पदार्थेषु मूर्च्छा न कर्त्तव्या । यदा मूर्च्छाक्षयो
તો લોકોના કર્મોનો જ છે. અપરાધીઓ તો માત્ર નિમિત્ત છે. તેથી કર્મો ઉપર ગુસ્સો કરવો, અપરાધીઓ ઉપર નહીં. કર્મને વશ અપરાધીઓ અપરાધ કરે છે. તેથી તેમની ઉપર દયા કરવી, પણ ગુસ્સો ન કરવો. પૂર્વાચાર્ય રચિત ધર્મોપદેશશ્લોકોમાં કહ્યું છે - ‘મોક્ષમાર્ગના લૂટારાઓને પુષ્ટ કરનારો ગુસ્સો ન કરવો... (૩૭)' એમ જ્યારે અપરાધીઓ ઉપર ગુસ્સો થતો નથી, ત્યારે સમતા પ્રગટે છે.
લોકો બીજાની હારમાં અને પોતાના વિજયમાં આનંદ અનુભવે છે. આ આનંદ માનરૂપ છે. લોકો પોતાને બીજા કરતાં અધિક માને છે. તેથી જ તેમને અભિમાન આવે છે. જ્યારે બીજા જીવો પોતાની સમાન લાગે છે ત્યારે તેમની હારમાં પોતાને આનંદ થતો નથી, પણ તેમના વિજયમાં જ પોતાને આનંદ થાય છે. આમ માનનો નિગ્રહ થાય છે. જ્યારે માનનો ક્ષય થાય છે ત્યારે સમતા પ્રગટે છે.
પદાર્થની પ્રાપ્તિમાં મૂર્છા થાય છે, તે લોભરૂપ છે. પદાર્થો પુદ્ગલના પરિણામરૂપ છે. તેથી તેઓ સતત બદલાતા રહે છે. બદલાતા પદાર્થો ઉપર મૂર્છા કરવાથી શું ફાયદો ? જો મૂર્છા કરાય તો પદાર્થ નાશ પામે કે પદાર્થનો વિયોગ થાય ત્યારે