________________
योगसारः ३।८,९,१०,११ अप्रवीचारा अनन्तगुणसुखाः
२४७ अनन्तगुणसुखिनः । यदुक्तं श्रीबृहत्सङ्ग्रहण्यां - 'ततो परं तु देवा, बोद्धव्वा हुंति अप्पवीयारा । सप्पविआरठिईणं, अनंतगुणसोक्खसंजुत्ता ॥१०२॥' (छाया - ततः परं तु देवा, बोद्धव्या भवन्ति अप्रवीचाराः । सप्रवीचारस्थितीनामनन्तगुणसौख्यसंयुक्ताः ॥१०२॥) अस्य श्लोकस्य श्रीमलयगिरिसूरिकृतवृत्तिरेवम्-'ततस्तस्मादच्युतदेवलोकात्परमूर्ध्वं ये देवास्तेऽप्रवीचाराः प्रवीचाररहिता बोद्धव्याः। ते च सप्रवीचारस्थितिभ्यः सकाशादनन्तगुणसौख्यसंयुक्ताः, प्रवीचारसुखादुपशमसुखस्याऽनन्तगुणत्वात् ॥१०२॥' श्रीसङ्ग्रहणीसूत्रेऽप्युक्तम् -'दो कप्प कायसेवी, दो दो दो फरिसरूवसद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अणंतसुहा ॥१२५॥' (छाया - द्वौ कल्पौ कायसेविनौ, द्वौ द्वौ द्वौ स्पर्शरूपशब्दैः । चत्वारो मनसोपरितनाः, अप्रवीचारा अनन्तसुखाः ॥१२५॥) श्रीदेवभद्रसूरिकृताया अस्य श्लोकस्य वृत्तेर्लेश एवम् - ‘एते च सर्वे यथोत्तरमनन्तगुणसुखभाजः, तथाहि-कायसेविभ्योऽनन्तगुणसुखाः स्पर्शसेविनस्तेभ्योऽनन्तसुखा रूपसेविनस्तेभ्योऽनन्तसुखाः शब्दसेविनस्तेभ्योऽनन्तसुखा
પછીના) દેવો સંભોગ વિનાના હોય છે. તેઓ સંભોગમર્યાદાવાળા દેવો કરતાં અનંતગુણા સુખથી યુક્ત હોય છે. (૧૦૨)” આ શ્લોકની શ્રીમલયગિરિસૂરિ મહારાજે કરેલી વૃત્તિ આ પ્રમાણે છે – “ત્યાર પછી એટલે કે અશ્રુત દેવલોક પછી ઉપર જે દેવો છે, તેઓ સંભોગ વિનાના જાણવા. તેઓ સંભોગમર્યાદાવાળા દેવો કરતા અનંતગુણ સુખથી યુક્ત છે, કેમકે સંભોગના સુખ કરતાં ઉપશમનું સુખ અનંતગણું છે. (૧૦૨) શ્રીસંગ્રહણીસૂત્રમાં પણ કહ્યું છે – “બે દેવલોકના દેવો કાયસેવી છે, બે-બે-બે દેવલોકના દેવો સ્પર્શ-રૂપ-શબ્દો વડે મૈથુન સેવનારા છે, ઉપરના ચાર દેવલોકના દેવો મનથી મૈથુન સેવનારા છે. અસંભોગી અનંત સુખવાળા છે. (૧૨૫)' શ્રીદેવભદ્રસૂરિજીએ કરેલી આ શ્લોકની વૃત્તિનો અંશ આ પ્રમાણે છે – “આ બધાય ઉત્તરોત્તર અનંતગુણ સુખવાળા છે. તે આ પ્રમાણે - કાયાથી મૈથુન સેવનારા કરતાં સ્પર્શથી મૈથુન સેવનારા અનંતગુણ સુખવાળા છે, તેમના કરતાં રૂપથી મૈથુન સેવનારા અનંતગુણ સુખવાળા છે, તેમના કરતાં શબ્દથી મૈથુન સેવનારા અનંતગુણ સુખવાળા છે, તેમના કરતાં મનથી મૈથુન સેવનારા અનંતગુણ સુખવાળા છે, તેમના કરતાં સંભોગ નહીં કરનારા અનંતગુણ સુખવાળા છે, કેમકે તેમનો મોહનો