________________
२४६
जुगुप्सावेदविलयोपायः योगसारः ३/८,९,१०,११ तदपहारिभ्यो बिभ्यति । आत्मनो यत् स्वकीयमस्ति तच्चौरादिभिर्न चोर्यते, यत्तैश्चोर्यते तन्न जीवानां स्वकीयम्, परन्तु परकीयम् । ततः परकीयवस्त्वपहारिभ्यश्चौरादिभ्यो न भेतव्यम् । यदा भयस्य क्षयो भवति तदा निर्भयं समतासुखमवाप्यते । ___ जनाः कुत्सितवस्तूनि दृष्ट्वा जुगुप्सन्ते । इयं कुत्सा । स्वरूपतो वस्तु कुत्सितं नास्ति । जना एव तत्कुत्सितमिति विकल्पयन्ति । ततश्च ते तज्जुगुप्सन्ते । पुद्गलपरिणामेन कालान्तरे तदेव वस्तु सुन्दरं भवति । इत्थं विचिन्त्य कुत्सितवस्तुषु जुगुप्सा न कार्या । जुगुप्साक्षयेण समताया उदयो भवति ।।
मोहोदयेन स्त्रीपुरुषोभयभोगेच्छा मनसि जायते । अयं वेदादयः । पुरुषस्य स्त्रीभोगेच्छा पुरुषवेदः । स्त्रियाः पुरुषभोगेच्छा स्त्रीवेदः । उभयभोगेच्छा नपुंसकवेदः । शुद्धात्माऽवेद्यस्ति । कर्मवशवर्ती जीव एव पुरुष-स्त्री-नपुंसकत्वेन जायते । मोहोदयेन भोगेच्छा जायते । सम्भोगे न वास्तविकं सुखं, परन्तु काल्पनिकमेव । अत एव सप्रवीचारदेवेभ्योऽप्रवीचारदेवा છે. આત્માનું જે પોતાનું છે, તે ચોર વગેરેથી ચોરાતું નથી. જે તેમના વડે ચોરાય છે, તે જીવોનું પોતાનું નથી, પણ પારકું છે. માટે પારકી વસ્તુને લઈ જનારા ચોર વગેરેથી ડરવું નહીં. જયારે ભયનો નાશ થાય છે, ત્યારે નિર્ભય એવું સમતાનું સુખ મળે છે.
લોકો ખરાબ વસ્તુઓ જોઈને જુગુપ્સા કરે છે. આ દુર્ગછા છે. સ્વરૂપથી વસ્તુ ખરાબ નથી. લોકો જ તેને ખરાબ માને છે અને તેથી તેમની દુર્ગછા કરે છે. પુદ્ગલો બદલાવાથી થોડા સમય બાદ તે જ વસ્તુ સુંદર થાય છે. આમ વિચારીને ખરાબ વસ્તુઓ ઉપર દુર્ગછા ન કરવી. દુર્ગછાના ક્ષયથી સમતાનો ઉદય થાય છે.
મોહના ઉદયથી મનમાં સ્ત્રી, પુરુષ કે બંનેને ભોગવવાની ઇચ્છા થાય છે. આ વેદનો ઉદય છે. પુરુષને થતી સ્ત્રીને ભોગવવાની ઇચ્છા તે પુરુષવેદ. સ્ત્રીને થતી પુરુષને ભોગવવાની ઇચ્છા તે સ્ત્રીવેદ. બંનેને ભોગવવાની ઇચ્છા તે નપુંસકવેદ. શુદ્ધ આત્મા અવેદી છે. કર્મને વશ રહેલ જીવ જ પુરુષ, સ્ત્રી, નપુંસક તરીકે ઉત્પન્ન થાય છે. મોહના ઉદયથી ભોગની ઇચ્છા થાય છે. સંભોગમાં સાચું સુખ નથી, પણ કલ્પેલું જ સુખ છે. માટે જ સંભોગ કરનાર દેવો કરતા સંભોગ નહીં કરનારા દેવો અનંતગુણ સુખી છે. શ્રીબૃહત્સંગ્રહણીમાં કહ્યું છે – ‘ત્યાર પછીના (અય્યત દેવલોક