________________
२५२ द्विविधाः शत्रवः
योगसारः ३/१३ अन्वयः - एतेऽभ्यन्तरवैरिणो दुविजेया दुरुच्छेद्याः, अत उत्तिष्ठमाना एव प्रयत्नतः रक्षणीयाः ॥१२॥
पद्मीया वृत्तिः - एते - अष्टमादिचतुःश्लोकोक्ताः, अभ्यन्तरवैरिणः - अभ्यन्तरा:आत्मसम्बन्धिन आत्मनि वा विद्यमानाः, वैरिणः-अरयः, अभ्यन्तराश्च ते वैरिणश्चेति अभ्यन्तरवैरिणः, दुर्विजेया - दुःखेन-कृच्छ्रेण विजेतुं पराभवितुं योग्या इति दुर्विजेयाः, दुरुच्छेद्याः - दुःखेन-कृच्छ्रेण उच्छेत्तुं-नाशयितुं योग्या इति दुरुच्छेद्याः, अत: - अस्मात्कारणात्, उत्तिष्ठमानाः - प्रादुर्भवन्तः, एवशब्दः पश्चात्कालभाविरक्षणं व्यवच्छिनत्ति, प्रयत्नतः-उद्यमेन, रक्षणीयाः - निवारणीयाः ।
शत्रवो द्विविधाः-बाह्या आन्तराश्च । बाह्यशत्रवो धन-धान्य-परिवार-गृह-राज्यादिकमपहरन्ति । आन्तरशत्रव आत्मनो गुणानपहरन्ति । धनाद्यपगमेनाऽऽत्मनो न किमपि झूयते । गुणापगमेनाऽऽत्मा भावरोरो जायते । ततः स दुर्गतौ बम्भ्रमीति । बाह्यशत्रवः शस्त्रादिभिनिहन्यन्ते । आन्तरशत्रवः प्रबलमनोऽवष्टम्भेनैव हन्तव्याः । मनसो दाढ्यं न सुकरम्, यतो मनो दोषैः कुसंस्कारैश्च वासितमस्ति । आन्तरशत्रवो लब्धिरूपेणाऽऽत्मन्यनादिकालादवतिष्ठन्ते । गच्छता कालेन तेऽधिकबला भवन्ति । लोकेऽपि भाटकगृहे
શબ્દાર્થ - આ અંદરના દુશ્મનો દુઃખેથી જિતાય એવા છે અને દુઃખેથી નાશ થાય એવા છે. માટે તેઓ પ્રગટ થાય ત્યારે જ પ્રયત્નપૂર્વક તેમને નિવારવા. (૧૭)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - શત્રુઓ બે પ્રકારના છે – બહારના અને અંદરના. બાહ્ય શત્રુઓ ધન-અનાજ-પુત્ર-ઘર-રાજ્ય વગેરેને લઈ લે છે. અંદરના દુશ્મનો આત્માના ગુણોનું અપહરણ કરે છે. ધન વગેરે ચાલ્યા જાય તો આત્માનું કંઈ પણ બગડતું નથી. ગુણો ચાલ્યાં જાય તો આત્મા ભાવથી ભિખારી બની જાય છે. પછી તે દુર્ગતિમાં વારંવાર ભટકે છે. બાહ્ય શત્રુઓ શસ્ત્રો વગેરેથી હણાય છે. અંદરના શત્રુઓને મનની દઢતાથી જ હણવાના છે. મનની દઢતા સહેલી નથી, કેમકે મન દોષો અને કુસંસ્કારોથી વાસિત છે. અંદરના દુશ્મનો લબ્ધિરૂપે આત્માની ઉપર અનાદિકાળથી રહેલા છે. જેમ જેમ કાળ પસાર થાય છે, તેમ તેમ તેઓ વધુ બળવાન બને છે. લોકમાં પણ ભાડાના ઘરમાં લાંબા સમયથી રહેનારો માણસ