________________
२२
मोहनीयं कर्म कर्मणां राजा
योगसारः१/५ साम्यं प्रादुर्भवति । यथा यथा मोहनीयकर्म निर्बलीभवति तथा तथाऽऽत्मा सम्यक्त्वं देशविरतिं सर्वविरतिमुपशमश्रेणिं क्षपकश्रेणिञ्च प्राप्नोति । एवमात्मनः साम्यं विशुद्धं विशुद्धतरं विशुद्धतमञ्च जायते । यथा यथा साम्यं विशुध्यति तथा तथा आत्माऽपि निर्मलीभवति।
मोहनीयं कर्म कर्मणां राजा कीर्त्यते । तस्मिन् हते शेषकर्माण्यवश्यं नश्यन्ति । उक्तञ्च प्रशमरतौ - 'मस्तकसूचिविनाशात्तालस्य, यथा ध्रुवो भवति नाशः । तद्वत्कर्मविनाशो हि, मोहनीयक्षये नित्यम् ॥२६६॥' ततो मोहनीयकर्मछेदनार्थं यतितव्यम्। ___ अयमत्र तात्पर्यार्थः - आत्मनि परमात्मानं ज्ञातुमात्मा निर्मलीकर्तव्यः, साम्येनाऽऽत्मा निर्मलीभवति, साम्यसम्पादनार्थं मोहनीयकर्मणो विगमः कर्त्तव्यः ॥५॥
अवतरणिका - साम्यं कथं शुध्यति ? इति दर्शितम् । अधुना साम्यशुद्धिक्रमेण परमात्मनः प्रादुर्भावं दर्शयति - નબળુ પડે છે તેમ તેમ આત્મા સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિ પામે છે. આમ આત્માની સમતા વિશુદ્ધ, વધુ વિશુદ્ધ અને અતિશય વિશુદ્ધ થાય છે. જેમ જેમ સમતાની વિશુદ્ધિ થાય છે તેમ તેમ આત્મા પણ નિર્મળ थाय छे.
મોહનીય કર્મ એ કર્મોનો રાજા કહેવાય છે. તે હણાયે છતે શેષકર્મો અવશ્ય નાશ પામે છે. પ્રશમરતિમાં કહ્યું છે, “જેમ માથાની સોયનો વિનાશ થવાથી તાડવૃક્ષનો અવશ્ય નાશ થાય છે, તેમ મોહનીયકર્મનો ક્ષય થવા પર સર્વકર્મોનો વિનાશ અવશ્ય થાય છે. માટે મોહનીયકર્મનો વિનાશ કરવા પ્રયત્ન કરવો.
અહીં તાત્પર્યાર્થ આ પ્રમાણે છે – આત્મામાં પરમાત્માનું જ્ઞાન કરવા માટે આત્માને નિર્મળ કરવો જોઈએ. સમતાથી આત્મા નિર્મળ થાય છે. સમતાને લાવવા મોહનીયકર્મનો વિનાશ કરવો જોઈએ. (૫)
અવતરણિકા - સમતા શી રીતે શુદ્ધ થાય? એ બતાવ્યું. હવે સમતાની શુદ્ધિના ક્રમથી પરમાત્મા પ્રગટ થાય છે એ બતાવે છે –