________________
30
कषायाऽपगमे आत्मैव परमात्मा भवति योगसारः १।८ आत्मतः शीघ्रमपगच्छन्ति । कषायाऽपगमेनाऽऽत्मा स्वात्मलाभरूपां शुद्धिमासादयति । ततश्च स एव स्वयं परमात्मस्वरूपो भवति । यथा यथा कषायाऽपगमो भवति तथा तथा विशुद्धिद्वारेणाऽऽत्मा परमात्मस्वरूपो भवति । वैरिणामपगमे जनैः स्वतन्त्रता प्राप्यते । एवं कषायरिपूणामपगमे आत्मना स्वतन्त्रतारूपा परमात्मताऽवाप्यते । अनेन वृत्तेनेदमपि सूचितम् - आत्मैव परमात्मा भवतीति । अनेन ‘परमात्माऽनादिसिद्ध एव भवति, न कोऽपि संसारिजीवः परमात्मत्वं प्राप्तुं शक्नोती'ति परमतमपास्तम्, यतो न कश्चिदनादिसिद्धः परमात्मा समस्ति । सर्वेऽपि परमात्मानः पूर्वावस्थायां संसार्यात्मान एवाऽऽसन् । साधनां कृत्वा तैः स्वात्मनि वर्तमानं परमात्मत्वं प्रादुर्भावितं, ततश्च ते परमात्मानः सञ्जाताः । इत्थमन्येऽपि जीवाः परमात्मत्वं प्राप्तुं शक्नुवन्ति । जगति जीवाः पदप्राप्त्यर्थं यतन्ते । पदप्राप्त्यनन्तरमपि ते उत्तरोत्तरपदं प्राप्तुं सततं प्रयत्नशीला भवन्ति । तेषां पदस्य लिप्सा न हीयते नाऽपि पूर्यते । ततो यावज्जीवं ते पदप्राप्त्यर्थं क्लिश्यन्ते, न च सुखलवमप्यनु
જલ્દીથી ભાગી જાય છે. એમ ક્ષમા વગેરેથી હણાયેલા કષાયો આત્મામાંથી જલ્દીથી ભાગે છે. કષાયો દૂર થવાથી આત્મા પોતાના સ્વરૂપની પ્રાપ્તિરૂપી શુદ્ધિને પામે છે. જેમ જેમ કષાયો દૂર થાય છે તેમ તેમ વિશુદ્ધ થવા દ્વારા આત્મા પરમાત્માસ્વરૂપ બને છે. દુશ્મનો દૂર થાય એટલે લોકો સ્વતન્નતા પામે છે. એમ કષાયોરૂપી દુશ્મનો દૂર થાય એટલે આત્મા સ્વતન્નતારૂપ પરમાત્માપણાને પામે છે. આ
શ્લોકથી આ પણ સૂચિત કર્યું કે – આત્મા જ પરમાત્મા બને છે. આનાથી “પરમાત્મા અનાદિસિદ્ધ છે, એટલે કે અનાદિકાળથી તેવા સ્વરૂપમાં રહેલ જ છે, કોઇ સંસારી જીવ પરમાત્માપણાને પામી શકતો નથી એવી અન્યદર્શનવાળાઓની માન્યતાનું ખંડન કર્યું, કેમકે કોઈ અનાદિસિદ્ધ પરમાત્મા નથી. બધા ય પરમાત્માઓ પૂર્વ અવસ્થામાં સંસારી આત્માઓ જ હતા. સાધના કરીને તેમણે પોતાના આત્મામાં રહેલ પરમાત્માપણાને પ્રગટ કર્યું. તેથી તેઓ પરમાત્મા બન્યા. આ રીતે બીજા જીવો પણ પરમાત્માપણાને પામી શકે છે. જગતમાં જીવો પદવી પામવા યત્ન કરે છે. પદવી મળ્યા પછી પણ તેઓ ઉત્તરોત્તર પદવી પામવા સતત પ્રયત્નશીલ હોય છે. તેમની પદવી પામવાની લાલસા ઓછી થતી નથી અને પૂરાતી પણ નથી. તેથી જીવનભર તેઓ પદવી પામવા કષ્ટો અનુભવે છે અને જરા ય સુખને અનુભવતાં નથી. પરમાત્માપણું એ સૌથી ચઢિયાતું પદ છે. તે મળ્યા પછી બીજા કોઈ પદ