________________
योगसारः २/२
दृष्टिरागो महामोहः
मूलम् - दृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः । दृष्टिरागो महामारो, दृष्टिरागो महाज्वरः ॥ २ ॥
१३९
दृष्टिरागो महामोहो, दृष्टिरागो महाभवः, दृष्टिरागो महामारो, दृष्टिरागो
अन्वयः महाज्वरः ||२||
पद्मया वृत्तिः - दृष्टिरागः - स्वाभिमतस्य वस्तुतोऽऽतत्त्वस्य तत्त्वत्वेन श्रद्धा, महामोहः-महान्-तीव्रः, मोह:- विवेकविकलता, महाँश्चासौ मोहश्चेति महामोह:, कार्ये कारणोपचारात्, दृष्टिरागः - पूर्वोक्तस्वरूपः, महाभवः - महान् - दीर्घः, भव:-संसारः, महाँश्चासौ भवश्चेति महाभवः, कारणे कार्योपचारात्, दृष्टिरागः - पूर्वोक्तस्वरूप:, महामार:महान्-भयङ्करः, मार:-हन्ता, महाँश्चासौ मारश्चेति महामारः, दृष्टिरागः - पूर्वोक्तस्वरूपः, महाज्वरः - महान्-दुःसाध्यः, ज्वरः- रोगविशेषः, महाँश्चासौ ज्वरश्चेति महाज्वरः ।
मोहस्योदया विविधाः सन्ति । दृष्टिरागः तीव्रतममोहोदयरूपो वर्त्तते। मोहो दृष्टिरागस्य कारणम्, दृष्टिरागस्तु तत्कार्यम् । ततोऽत्र कार्ये कारणोपचारं कृत्वोक्तं- दृष्टिरागो महामोहरूप इति ।
શબ્દાર્થ - દૃષ્ટિરાગ એ મહામોહરૂપ છે, દૃષ્ટિરાગ એ મોટો સંસાર છે, દષ્ટિરાગ એ મોટો મારનાર છે, દૃષ્ટિરાગ એ મોટો તાવ છે. (૨)
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - દષ્ટિરાગ એટલે પોતે માનેલા હકીકતમાં અતત્ત્વની તત્ત્વરૂપે શ્રદ્ધા. દૃષ્ટિરાગ એ મહામોહ છે, એટલે કે તીવ્ર વિવેકરહિતપણું છે. દૃષ્ટિરાગ એ મહામોહનું કાર્ય છે. તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહ્યું કે દૃષ્ટિરાગ જ મહામોહ છે. દૃષ્ટિરાગ એ મોટો સંસાર છે, એટલે કે લાંબો સંસાર છે. દૃષ્ટિરાગ એ સંસારનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું કે દૃષ્ટિરાગ જ મોટો સંસાર છે. દૃષ્ટિરાગ એ મોટો મારનારો છે, એટલે કે ભયંકર હણનારો છે. દૃષ્ટિરાગ એ મોટો જ્વર છે, એટલે કે દુઃસાધ્ય તાવ છે.
મોહના ઉદયો વિવિધ પ્રકારના છે. દૃષ્ટિરાગ અતિ તીવ્ર મોહના ઉદયરૂપ છે. મોહ એ દૃષ્ટિરાગનું કારણ છે. દૃષ્ટિરાગ તેનું કાર્ય છે. તેથી અહીં કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહ્યું કે દૃષ્ટિરાગ એ જ મહામોહ છે.