________________
योगसारः २।२२ व्रतादिभिश्चित्तं समताभास्वरं कर्त्तव्यम्
१८३ ते विविधानि दुष्कराणि तपांसि कुर्वन्ति । ते विविधमन्त्राणां जपं कुर्वन्ति । ते विविधप्रकारं ध्यानं कुर्वन्ति । ते विविधान्ध्येयान्ध्यायन्ति । सर्वोऽप्ययं क्रियाकलापः समत्वसिद्ध्यर्थं क्रियते । एतैतादिभी रागादयो विलीयन्ते । ततश्च मनसि समता प्रादुर्भवति । ततो मन उज्ज्वलीभवति । उज्ज्वलमनसि शुभाध्यवसायाः प्रादुर्भवन्ति । मनसि यदा परमप्रकर्षरूपा समता प्रादुर्भवति तदा कैवल्यं प्राप्यते । यदि व्रतादिषु कृतेषु सत्स्वपि चित्तं निर्मलं न भवति तर्हि ते व्रतादयो निरर्थकाः, कैवल्याप्तिरूपेष्टासाधकत्वात् । ततो मनसः समीकरणार्थमेव व्रतादयः कर्तव्याः ।
इदमत्राऽवधेयम् - यदि व्रतादिभिश्चित्तं समताभास्वरं न भवति तर्हि व्रतादयो न त्याज्याः, परन्तु विशेषप्रयत्नेन व्रतादय आसेवनीया येन चित्तं भास्वरं भवेत् । बाह्या आचारा अपि त एवाऽनुष्ठेया ये जिनागमोक्ताः स्युः, न तु तदन्ये ॥२२॥
अवतरणिका - समत्वस्य प्राधान्यमेव दर्शयन् साम्याऽभावे बाह्यक्रियाणामकिञ्चिकरत्वं प्रतिपादयति -
દુષ્કર તપો કરે છે. તેઓ વિવિધ મંત્રોનો જાપ કરે છે. તેઓ વિવિધ પ્રકારનું ધ્યાન કરે છે. તેઓ વિવિધ ધ્યેયોનું ધ્યાન કરે છે. આ બધી ય ક્રિયાઓ સમતાની સિદ્ધિ માટે કરાય છે. આ વ્રતો વગેરેથી રાગ વગેરે નાશ પામે છે. તેથી મનમાં સમતા પ્રગટે છે. તેથી મન ઉવળ બને છે. ઉવળ મનમાં શુભ અધ્યવસાયો પ્રગટે છે. મનમાં જ્યારે પરમ પ્રકર્ષરૂપ સમતા પ્રગટે છે, ત્યારે કેવળજ્ઞાન મળે છે. જો વ્રત વગેરે કરવા છતાં પણ ચિત્ત નિર્મળ ન થાય તો તે વ્રત વગેરે નકામા છે, કેમકે તેઓ કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપી પોતાના ઇષ્ટને સાધતાં નથી. તેથી મનને સમ કરવા માટે જ વ્રતો વગેરે કરવા.
અહીં આટલુ ધ્યાનમાં રાખવું - જો વ્રત વગેરેથી ચિત્ત સમતાથી દેદીપ્યમાન ન થતું હોય તો વ્રત વગેરે છોડવા નહીં પણ વિશેષ પ્રયત્નથી વ્રત વગેરે કરવા, જેથી ચિત્ત સમતાથી દેદીપ્યમાન થાય. બાહ્ય આચારો પણ તે જ આચરવા જે જિનાગમમાં કહ્યા હોય, તે સિવાયના નહીં. (૨૨)
અવતરણિકા - સમતાની પ્રધાનતા બતાવતાં જણાવે છે કે, “સમતા ન હોય તો બાહ્ય ક્રિયાઓ પણ નકામી છે” -