________________
योगसारः २/२१
साम्याऽभावे बाह्यो वेषो निरर्थकः
१८१
-
- किं प्रयोजनम् ?, जटाभरैः - जटाः - प्रलम्बितकेशरूपाः, तासां भरा:- समूहा इति जटाभराः, तैः, किम् ? – किं प्रयोजनम् ? मुण्डमुण्डनेन - मुण्डं-मस्तकम्, तस्य मुण्डनं-केशाऽपनयनमिति मुण्डमुण्डनम्, तेन, अपिशब्दो अन्यैस्तु न किमपि प्रयोजनम्, परन्तु शिरोमुण्डनेनापि न किमपि प्रयोजनमिति द्योतयति, किम् ? - किं प्रयोजनम् ?
दिगम्बरसाधवो पाखण्डिनश्च वस्त्राणि न परिदधति । ते सदैव नाग्न्यभाज एव भवन्ति । श्वेताम्बरसाधवः श्वेतवस्त्राणि परिदधति । बौद्धसाधवो रक्तवस्त्राणि परिदधति । तापसा जटासमूहान्धारयन्ति । केचित्साधवो मस्तकस्य मुण्डनं कुर्वन्ति । इदं सर्वं तु बाह्यव्यवहाररूपम् । न नाग्न्यमात्रेण श्वेतवस्त्रधारणमात्रेण रक्तवस्त्रधारणमात्रेण जटाधारणमात्रेण मस्तकमुण्डनमात्रेण वा कैवल्यप्राप्तिर्भवति । अनेन बाह्यव्यवहारेणाऽपि निश्चयतः समता साधनीया । तत एव कैवल्याप्तिर्भवति । यद्यनेन बाह्यव्यवहारेण समता न सिध्यति तर्ह्ययं बाह्यव्यवहारभेदो निरर्थकः । नाग्न्यादिकमपि समत्वलाभार्थमेव कर्त्तव्यम् । अन्योद्देशेन कृतं नाग्न्यादिकं कैवल्याप्तिरूपं यथोचितं फलं न ददाति ।
I
इदमत्राऽवधेयम् यदि बाह्यवेषेण साम्यं नाऽऽप्यते तर्हि बाह्यवेषो न त्याज्यः, परन्तु बाह्यवेषं बिभ्रतैव साम्याऽऽप्त्यै विशेषेण प्रयतनीयम् । बाह्यवेषोऽपि स एव
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - દિગંબર સાધુઓ અને પાખંડીઓ કપડા પહેરતાં નથી. તેઓ હંમેશા નગ્ન જ હોય છે. શ્વેતાંબર સાધુઓ સફેદ કપડા પહેરે છે. બૌદ્ધ સાધુઓ લાલ કપડા પહેરે છે. તાપસો જટાઓના સમૂહોને ધારણ કરે છે. કેટલાક સાધુઓ માથાનું મુંડન કરાવે છે. આ બધું બહારના વ્યવહારરૂપ છે. માત્ર નગ્ન રહેવાથી, માત્ર સફેદ કે લાલ કપડા ધારણ કરવાથી, માત્ર જટા ધારણ કરવાથી કે માત્ર માથુ મુંડાવવાથી કેવળજ્ઞાન મળતું નથી. આ બાહ્ય વ્યવહારથી પણ હકીકતમાં સમતા સાધવાની છે. ત્યાર પછી જ કેવળજ્ઞાન મળે છે. જો આ બાહ્ય વ્યવહારથી સમતા સિદ્ધ ન થાય તો આ બાહ્ય વ્યવહારોના ભેદો નકામા છે. નગ્નતા વગેરે પણ સમતાના લાભ માટે જ કરવાના છે. બીજા હેતુથી કરાયેલ નગ્નતા વગેરે કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ ઉચિત ફળ આપતાં નથી.
અહીં આટલુ ધ્યાનમાં રાખવું – જો બાહ્ય વેષથી સમતા ન આવે તો બાહ્ય વેષ ન છોડવો, પણ બાહ્ય વેષને ધારણ કરતાં કરતાં જ સમતા લાવવા વિશેષ પ્રયત્ન કરવો.