________________
योगसार: ३/२
जीवा कषायविषयान्प्रति धावन्ति
२२७
1
I
कषायान्कुर्वन्ति विषयश्च सेवन्ते । सामान्यतो जीवा दुःखं ज्ञात्वा ततो बिभ्यति । ते तस्य परिहारं कुर्वन्ति । ते तत्परिहारोपायाश्चिन्तयन्ति । कषायविषयान्दुःखरूपाञ्ज्ञात्वाऽपि जनास्तेभ्यो न बिभ्यति, तेषां परिहारं न कुर्वन्ति, नापि तत्परिहारोपायाश्चिन्तयन्ति । प्रत्युत ते तान्साभिलाषं सेवन्ते । ते तत्सेवनोपायश्चिन्तयन्ति । ते कषाय - विषय - सेवनाय प्रयतन्ते । इदं तेषां विपरीतं चेष्टितं कस्मात् कारणाद् भवति ? इति न ज्ञायते इति ग्रन्थकारो वदति। मदिरामत्तः सर्वं विपरीतं चेष्टते । एवं मोहमदिरामत्ता जना विपरीतं चेष्टन्ते । तत एव ते कषायविषयान् दुःखरूपान् मत्वाऽपि तत्प्राप्त्यर्थं धावन्ति ।
अहो ! मोहस्य साम्राज्यं यत्सर्वे जीवास्तदाज्ञां शिरसि धारयन्ति तदनुसारेण च चेष्टन्ते । एवंकरणे ते स्वहिताहितमपि न चिन्तयन्ति । मोहराजाज्ञापालनार्थमेव ते प्रयतन्ते ॥२॥ अवतरणिका - मूढबुद्धिर्दुःखाभिमुखं धावतीति प्रतिपाद्याऽधुना स सुखस्याऽभि
પણ જીવો કષાયો કરે છે અને વિષયોને ભોગવે છે. તેઓ તીવ્રરસથી કષાયો કરે છે અને વિષયોને ભોગવે છે. સામાન્યથી જીવો દુ:ખને જાણીને તેનાથી ડરે છે. તેઓ તેને દૂર કરે છે. તેઓ તેને દૂર કરવાના ઉપાયો વિચારે છે. કષાયો-વિષયોને દુઃખરૂપ જાણીને પણ લોકો તેમનાથી ડરતાં નથી, તેમને દૂર કરતાં નથી, તેમને દૂર કરવાના ઉપાયો વિચારતાં નથી, ઊલટું તેઓ તેમને અભિલાષાપૂર્વક સેવે છે. તેઓ તેમને સેવવાના ઉપાયો વિચારે છે. તેઓ કષાયો અને વિષયોને સેવવા માટે પ્રયત્ન કરે છે. આ તેમની વિપરીત ચેષ્ટા શેના કા૨ણે થાય છે ? એ જણાતું નથી, એમ ગ્રંથકાર કહે છે. દારૂના નશાવાળો ઊંધી પ્રવૃત્તિ કરે છે. એમ મોહરૂપી દારૂના નશાવાળા લોકો બધી ઊંધી પ્રવૃત્તિઓ કરે છે. તેથી જ તેઓ કષાયો-વિષયોને દુઃખરૂપ માનીને પણ તેમને મેળવવા દોડે છે.
અરે ! મોહનું સામ્રાજ્ય કેવું છે કે બધા લોકો તેની આજ્ઞાને માથે ધારણ કરે છે અને તેને અનુસારે વર્તે છે. આમ કરવામાં તેઓ પોતાના હિતને કે અહિતને પણ વિચારતાં નથી. મોહરાજાની આજ્ઞાને પાળવા માટે જ તેઓ પ્રયત્ન કરે છે. (૨)
અવતરણિકા - મૂઢ બુદ્ધિવાળો દુઃખ તરફ દોડે છે, એમ બતાવી હવે તે સુખની સન્મુખ પણ થતો નથી, એમ બતાવે છે -