________________
२१३
योगसारः २/३४,३५ जना बाह्यफटाटोपात्तत्त्वविभ्रान्तदृष्टयः । परिकप्पिअणणूणं वासिकिच्चा णिरयमुववण्णो ॥५॥' एवं परेऽपि धर्माः साक्षात्परम्परया वा जिनधर्मादेव प्रवृत्ताः । यदुक्तं सिद्धसेनदिवाकरसूरिभिरेकविंशतिद्वात्रिंशिकान्तर्गतचतुर्थद्वात्रिंशिकायाम् – 'उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१५॥'
सर्वेऽप्येते प्रादुर्भूता धर्मा मिथ्यारूपा एव । तात्त्विकस्तु समतापादको जिनधर्म एव । एताननेकान्धर्मान्दृष्ट्वा जनानां मनसि विभ्रमो जायते - एतेभ्यो धर्मेभ्यः को धर्मस्तात्त्विकः कश्च मिथ्येति । जनाः स्थूलबुद्धयः सन्ति । तेषां विशेषज्ञानं न विद्यते । ततस्ते तात्त्विकधर्मस्य निश्चयं कर्तुं न शक्नुवन्ति । ते धर्माणां बाह्यप्रवृत्तिरूपाडम्बरान्पश्यन्ति । ते धर्माणां मूलभूतानि तत्त्वानि न पश्यन्ति । त इदमपि न पश्यन्ति यद् धर्माणां बाह्यक्रिया मूलभूततत्त्वाऽविरोधेन प्रवर्तन्ते न वा । ते यस्य धर्मस्य बाह्यक्रियानुष्ठानरूपमाडम्बरं महत्पश्यन्ति तं धर्मं तात्त्विकत्वेन निश्चित्य स्वीकुर्वन्ति । ते तस्यैव धर्मस्याऽऽराधनां कुर्वन्ति । ते तमेव धर्म समीचीनं मन्यन्ते । ततोऽपरान्धर्मांस्ते तुच्छान्मन्यन्ते । ते
કથન કર્યું. તે બુદ્ધકીર્તિ મરીને નરકમાં ગયો.” એમ બીજા ધર્મો પણ સાક્ષાતુ કે પરંપરાએ જૈનધર્મમાંથી નીકળ્યા. શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ એકવિંશતિ દ્વત્રિશિકા અંતર્ગત ચોથી કાત્રિશિકામાં કહ્યું છે – “જેમ સમુદ્રમાં બધી નદીઓ મળે છે, તેમ હે નાથ ! તારામાં બધા દર્શનોનો સમાવેશ થાય છે. તે જુદી જુદી નદીઓમાં જેમ સમુદ્ર દેખાતો નથી, તેમ તે દર્શનોમાં તું દેખાતો નથી.” (૪/૧૫)
આ બધાય પ્રગટ થયેલા ધર્મો ખોટા છે. સાચો તો સમતાને લાવનાર જૈન ધર્મ જ છે. આ અનેક ધર્મોને જોઈને લોકોના મનમાં વિભ્રમ થાય કે આ ધર્મોમાંથી કયો ધર્મ સાચો છે અને કયો ધર્મ ખોટો છે? લોકો સ્કૂલબુદ્ધિવાળા હોય છે. તેમને વિશેષજ્ઞાન હોતું નથી. તેથી તેઓ સાચા ધર્મને નક્કી કરી શકતાં નથી. તેઓ ધર્મના બાહ્યપ્રવૃત્તિરૂપ આડમ્બરોને જુવે છે. તેઓ ધર્મોના મૂળભૂત તત્ત્વોને જોતાં નથી. તેઓ એ પણ જોતાં નથી કે ધર્મોની બાહ્યક્રિયાઓ મૂળભૂત તત્ત્વને વિરોધ ન આવે એ રીતે પ્રવર્તે છે કે નહીં. તેઓ જે ધર્મના બાહ્યક્રિયા કરવા રૂપ આડંબરને મોટો જુવે છે, તે ધર્મને સાચો માનીને સ્વીકારે છે. તેઓ તે જ ધર્મની આરાધના કરે છે. તેઓ તે જ ધર્મને સારો માને છે. તેથી બીજા ધર્મોને તેઓ તુચ્છ માને છે.