________________
२१४
जनाः स्वस्वदर्शनरागेण मिथो विवदन्ति योगसारः २/३४,३५ तेषु दोषान्पश्यन्ति । दृष्टिरागमोहितदृष्टित्वात्ते स्वदर्शनदोषान्न पश्यन्ति । ततस्ते परस्परं विवादं कुर्वन्ति । विविधदृष्टान्तहेतुयुक्त्यादिभिस्ते परदर्शनमतं निराकुर्वन्ति स्वदर्शनमतं च सत्यत्वेन स्थापयन्ति । ते सर्वप्रकारैः स्वीयं दर्शनमेव श्रेष्ठं मन्यन्ते । परदर्शनेषु ते दोषेभ्यो व्यतिरिक्तमन्यत्किञ्चिदपि द्रष्टुं न शक्नुवन्ति । इत्थं ते तात्त्विकधर्मतो सुदूरे भवन्ति । स्वबुद्ध्या ते मन्यन्ते वयं धर्माराधनां कुर्म इति, परन्तु तत्त्वतः सा धर्माराधना न भवति ।
अयमत्र रहस्यार्थः-यद्यपि लोकेऽनेके धर्माः सन्ति, तथापि ते सर्वे तात्त्विका न सन्ति । तात्त्विकधर्मस्त्वेक एव । ततो बाह्याऽऽडम्बरान्दृष्ट्वा मोहो न कर्त्तव्यः । परन्तु तत्त्वं गवेषणीयम् । ततस्तात्त्विकधर्मस्याऽऽराधना कर्त्तव्या । परदर्शनिभिः सह विवादो ન ફર્તવ્ય: રૂઝા પરૂવા
अवतरणिका - दृष्टिरागमोहिताः स्वीयं धर्ममेव मन्यन्ते इति प्रतिपादितम् । ततस्तात्त्विको धर्मः कुत्र विद्यते ? इति प्रतिपादयति -
તેઓ તેમનામાં દોષોને જુવે છે. દષ્ટિરાગથી મોહિત થયેલી દૃષ્ટિવાળા હોવાથી તેઓ પોતાના દર્શનના દોષોને જોતાં નથી. તેથી તેઓ પરસ્પર ઝઘડે છે. વિવિધ દષ્ટાન્તો-હેતુઓ-યુક્તિઓ વડે તેઓ બીજા દર્શનોના મતનું નિરાકરણ કરે છે અને પોતાના દર્શનના મતને સાચા તરીકે સ્થાપે છે. તેઓ બધી રીતે પોતાના દર્શનને જ શ્રેષ્ઠ માને છે. બીજા દર્શનોમાં તેમને દોષો સિવાય બીજું કંઈ પણ દેખાતું નથી. આમ તેઓ સાચા ધર્મથી ખૂબ દૂર થાય છે. પોતાની બુદ્ધિથી તેઓ માને છે કે અમે ધર્મની આરાધના કરીએ છીએ, પણ હકીકતમાં તે ધર્મારાધના હોતી નથી.
અહીં રહસ્યાર્થ આ પ્રમાણે છે – જો કે લોકમાં ઘણા ધર્મો છે, છતાં પણ તે બધા સાચા નથી. સાચો ધર્મ તો એક જ છે. તેથી બાહ્ય આડંબરોને જોઈને મોહ ન પામવો પણ તત્ત્વ શોધવું. પછી સાચા ધર્મની આરાધના કરવી. બીજા દર્શનવાળાઓની સાથે ઝગડો ન કરવો. (૩૫)
અવતરણિકા - દષ્ટિરાગથી મોહિત થયેલા જીવો પોતાના ધર્મને જ સાચો માને છે, એમ કહ્યું. તેથી સાચો ધર્મ ક્યાં છે? એ કહે છે –