________________
जनैर्विविधा धर्माः स्थापिताः
योगसार: २/३४,३५
२१२
साम्यमवाप्यते । तस्मात्कांश्चित्पदार्थान्गृहीत्वा स्वबुद्धिविकल्पितपदार्थांश्च तत्र प्रक्षिप्य जनैर्विविधा धर्माः स्थापिताः । ततो लोकेऽनेके धर्माः प्रादुर्भूताः । श्रीऋषभदेवशिष्यमरिचिशिष्यकपिलेन साङ्ख्यदर्शनं प्रवर्त्तितम् । शिवभूतिना दिगम्बरमतं स्थापितम् । रोहगुप्ताद् वैशेषिकदर्शनं प्रवृत्तम् । श्रीपार्श्वनाथसन्तानीयबुद्धेन बौद्धदर्शनस्य स्थापना कृता । यदुक्तं श्रीदेवसेनाचार्यविरचिते दर्शनसारे 'पासणाहतित्थे सरऊतीरे पलासणयरत्थे । पिहिआसवस्स सीहे महालुद्धो बुद्धकित्ति मुणि ॥ १ ॥ तिमिपूरणासणेया अहिगयवज्जावउपरमभट्ठे । रत्तंबरं धरित्ता पवड्डिय तेण यतं ॥ २ ॥ मंसस्स नत्थि जहा फले दहिय दुद्ध सक्कराए । तम्हा तं मुणित्ता भरकंतो णत्थि पाविट्ठो ॥३॥ मज्जं णवज्जणिज्झं दव्वदवं दुह जलं तह एदं । इति लोए घोसित्ता पवतिय संघं सावज्झं ॥४॥ अण्णो करेदि कम्मं अण्णो तं भुंजदीदि सिद्धंत । ભગવાને કહેલો ધર્મ જ સાચો ધર્મ છે, કેમકે તેનાથી જ સમતા મળે છે. તેમાંથી કેટલાક પદાર્થોને લઈને અને પોતાની બુદ્ધિથી વિચારેલા પદાર્થોને તેમાં ઊમેરીને લોકોએ વિવિધ ધર્મોની સ્થાપના કરી. તેથી લોકમાં અનેક ધર્મો પ્રગટ થયા. શ્રીઋષભદેવ ભગવાનના શિષ્ય મરીચિના શિષ્ય કપિલે સાંખ્યદર્શનની શરૂઆત કરી. શિવભૂતિએ દિગંબરમતની સ્થાપના કરી. રોહગુપ્તે વૈશેષિક દર્શનની શરૂઆત કરી. શ્રીપાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલ બુદ્ધે બૌદ્ધ દર્શનની શરૂઆત કરી. શ્રીદેવસેન આચાર્યએ રચેલા દર્શનસાર ગ્રંથમાં કહ્યું છે કે, ‘શ્રીપાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં સરયુ નદીના તીર ઉપર પલાસ નામના નગરમાં પિહિતાશ્રવ નામના મુનિના શિષ્ય મહાલોભી બુદ્ધકીર્તિ રહેતા હતા. એક વખત સરયુ નદીમાં પાણીનું ઘણું મોટું પૂર ચડી આવ્યું. ત્યારે એ નદીના પ્રવાહમાં અનેક મરેલા માછલા તણાતાં તણાતાં કિનારે આવી ગયા. એમને જોઈને બુદ્ધિકીર્તિએ પોતાના મનમાં એવો નિશ્ચય કર્યો કે, ‘પોતાની મેળે જે જીવો મરી ગયા હોય તેમનું માંસ ખાવામાં શું પાપ છે ?’ ત્યારે તેણે ગ્રહણ કરેલ પ્રવ્રજ્યા રૂપ દીક્ષા છોડી દીધી. એટલે પૂર્વમાં ગ્રહણ કરેલ ધર્મથી ભ્રષ્ટ થઈ તેણે માંસભક્ષણ કર્યું અને લોકો સમક્ષ એવા પ્રકારનું અનુમાન કરવા લાગ્યો કે, ‘માંસમાં જીવ નથી, માટે એને ખાવામાં પાપ લાગતું નથી. ફલ, દૂધ, દહીં, માખણ તથા દારૂ પીવામાં પાપ નથી, કારણ કે પાણીની જેમ પ્રવાહી દ્રવ્ય છે.’ આ પ્રમાણે પ્રરૂપણા કરીને તેણે બૌદ્ધ મત ચલાવ્યો અને એમ પણ કહ્યું કે બધા પદાર્થો ક્ષણિક છે, માટે પાપ-પુણ્યનો કર્તા બીજો અને ભોગવનાર બીજો છે. આ સિદ્ધાન્તનું
-