________________
योगसारः २/२३
इन्द्रियरोधादिभिः साम्यतत्त्वमुन्मीलनीयम्
रोधो भवति । जीवेनेष्टानिष्टविषयेषु रागद्वेषावनादिकालादभ्यस्तौ । अतोऽयमिन्द्रियरोधो दुष्करो भवति । दुष्करमपीन्द्रियरोधं मुमुक्षवो मुक्त्यर्थं कुर्वन्ति । केचन मुक्त्यर्थं पठनादिषु व्यापृता भवन्ति । तेन ते प्रवचनकुशलाः सञ्जायन्ते । देशनया तेऽनेकान्प्रतिबोधयन्ति । केचन मुक्त्यर्थं स्वीयं सर्वं धनं दीनादिभ्यो ददति । धनं कृच्छ्रेणोपार्ज्यते । धनं मनुष्याणां प्राणभूतम् । यदुक्तं योगशास्त्रे प्रथमप्रकाशे कलिकालसर्वज्ञैः 'बाह्याः प्राणा नृणामर्थो ... ॥२२॥' ततो धनस्य त्यागो दुष्करः । तथापि केचन महासत्त्वा मुक्त्यर्थं सर्वस्यापि धनस्य दानं कुर्वन्ति । केचन महासत्त्वाः सर्वस्वं त्यक्त्वा प्रव्रजन्ति । एतानीन्द्रियरोध - पठनादि - सर्वस्वदानादीनि समत्वविकासार्थमेव कर्त्तव्यानि । यद्येतेषु कृतेषु सत्स्वपि समत्वं विकसितं न भवति तर्हि सर्वोऽपि प्रयासो वृथा । समत्वमृ इन्द्रियरोधादयो मुक्तिदानाय प्रत्यला न भवन्ति । ततश्च ते निरर्थका जायन्ते ।
१८५
इदं तु ध्येयम् - यदीन्द्रियरोधादिभिः समत्वस्य विकासो न भवति तर्हीन्द्रियरोधादयो નહીં કરવા વડે ઇન્દ્રિયોનો નિરોધ થાય છે. ઇષ્ટ વિષયોમાં રાગ કરવો અને અનિષ્ટ વિષયોમાં દ્વેષ કરવો એ અનાદિકાળથી જીવે શીખેલું છે. માટે આ ઇન્દ્રિયોનો નિરોધ મુશ્કેલ છે. મુશ્કેલ એવા પણ ઇન્દ્રિય નિરોધને મુમુક્ષુઓ મોક્ષ માટે કરે છે. કેટલાક મોક્ષ માટે ભણવા વગેરેમાં પ્રવૃત્ત થાય છે. તેથી તેઓ શાસ્ત્રોમાં કુશળ થાય છે. દેશનાથી તેઓ અનેકને પ્રતિબોધ કરે છે. કેટલાક મોક્ષ માટે પોતાનું બધું ધન દીન વગેરેને આપે છે. ધન કષ્ટથી મળે છે. ધન મનુષ્યોના પ્રાણ જેવું છે. યોગશાસ્ત્રમાં પહેલા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞજીએ કહ્યું છે - ‘ધન મનુષ્યોના બહારના પ્રાણ છે... (૨૨)' તેથી ધનનો ત્યાગ મુશ્કેલ છે. છતાં પણ કેટલાક મહાસત્ત્વવાળા જીવો મોક્ષ માટે બધાય ધનનું દાન કરે છે. કેટલાક મહાસત્ત્વવાળા જીવો ધન, ધાન્ય, ઘર, વસ્ત્ર વગેરે બધી સામગ્રીરૂપ સર્વસ્વને ત્યજીને ચારિત્ર લે છે. આ ઇન્દ્રિયોનો નિરોધ, ભણવું વગેરે અને સર્વસ્વનું દાન વગેરે સમતાનો વિકાસ ક૨વા માટે જ કરવાના છે. જો આ બધું કરવા છતાં પણ સમતાનો વિકાસ ન થાય તો બધીય મહેનત નકામી જાય. સમતા વિના ઇન્દ્રિયોનો નિરોધ વગેરે મોક્ષ આપવા સમર્થ નથી બનતાં અને તેથી નકામા બને છે.
અહીં આટલુ ધ્યાનમાં રાખવું – જો ઈન્દ્રિયોના નિરોધ વગેરેથી સમતાનો વિકાસ ન થાય તો ઇન્દ્રિયોનો નિરોધ વગેરે ન છોડવા, પણ ઇન્દ્રિયનિરોધ વગેરે કરતાં