________________
उन्मार्गं गच्छन्मनो वारणीयम्
योगसारः २/३०
२००
व्याधिग्रस्ता भवति । तस्याः पयसः पानेनाऽन्येऽपि रुग्णा भवन्ति । यदि धेन्वै प्रत्यग्रं शोभनञ्च तृणं दीयते तर्हि सा हृष्टपुष्टा भवति । सा स्वच्छं पुष्टिकारकं च पयो ददाति । तेनाऽन्येऽपि हृष्टाः पुष्टाश्च भवन्ति । एवं यदि मनो न चिन्तयति तर्हि तस्यास्तित्वमेव न भवति । यदि मनो दुष्टं चिन्तयति तर्हि तद् रागादिभिर्भावरोगैर्ग्रस्तं भवति । तद् अन्येषामप्यहितं करोति । यदि मनः शुभभावेषु रमते तर्हि तद्गुणादिभिः पुष्टं भवति । शुभभावभावितं मनोऽन्येषामपि हितं करोति ।
इदमत्र हृदयम्-स्वात्मनि समताप्रतिष्ठां काङ्क्षद्भिर्योगिभिरुन्मार्गं गच्छन्मनो वारणीयम् । तैस्तस्य चञ्चलतां निर्मथ्य तत्स्थिरीकर्त्तव्यम् । एवंकरणेन तत् समतया सुवासितं भवति ॥ २९ ॥
अवतरणिका - चित्तनिर्मलीकरणोपायं श्रुत्वा कश्चिन्मन्येत यदुत चित्तस्य निर्मलीकरणं सुकरम् । ततश्चित्तशुद्धिर्दुष्करेति प्रतिपादयति
मूलम् - सुकरं मलधारित्वं, सुकरं 'दुस्तपं तपः । सुकरोऽक्षनिरोधश्च दुष्करं चित्तशोधनम् ॥३०॥
,
તો તે બિમાર થઈ જાય છે. તેનું દૂધ પીવાથી બીજા પણ રોગી થઈ જાય છે. જો ગાયને સારું ઘાસ આપીએ તો તે હૃષ્ટપુષ્ટ થઈ જાય છે. તે સ્વચ્છ અને પૌષ્ટિક દૂધ આપે છે. તેનાથી બીજા પણ હૃષ્ટપુષ્ટ થાય છે. એમ જો મન વિચારતું નથી તો તેનું અસ્તિત્વ જ રહેતું નથી. જો મન ખરાબ વિચારે છે તો તે રાગ વગેરે ભાવરોગોથી ઘેરાઈ જાય છે. તે બીજાનું અહિત કરે છે. જો મન શુભ ભાવોમાં ૨મે છે તો તે ગુણો વગેરેથી પુષ્ટ થાય છે. શુભભાવોથી ભાવિત થયેલું મન બીજાનું પણ હિત કરે છે.
અહીં ભાવ આવો છે - પોતાના આત્મામાં સમતાની પ્રતિષ્ઠાને ઝંખનારા યોગીઓએ ઉન્માર્ગે જતાં મનને વારવું જોઈએ. તેમણે તેની ચંચળતાને દૂર કરી તેને સ્થિર કરવું જોઈએ. આમ કરવાથી તે સમતાથી સારી રીતે વાસિત બને છે. (૨૯)
અવતરણિકા - ચિત્તને નિર્મળ કરવાનો ઉપાય સાંભળીને કોઈક માને કે ચિત્તને નિર્મળ કરવું સહેલું છે. તેથી ચિત્તની શુદ્ધિ મુશ્કેલ છે, એમ બતાવે છે -
શબ્દાર્થ - મેલને ધારણ કરવો સહેલો છે, દુઃખેથી તપી શકાય એવો તપ કરવો
१. दुष्करं - D, दुस्तरं H II २ सुकरोऽक्षनिरोधोऽथ - HI ३. दुःकरं - H, II
-