________________
२०५
योगसारः २/३१
पापरूपा धर्मप्रवृत्तिर्हेया भासमानमपि वस्तुतः पापरूपमेवेति । सूक्ष्मबुद्धिमद्भिः सर्वत्र सूक्ष्मबुद्ध्या चिन्तनीयं - अयं धर्मरूपेण भासमानो वस्तुतो धर्मोऽस्ति न वेति । यदि स वास्तविको धर्मः स्यात्तर्हि स समाचरणीयः । यदि स केवलं बुद्धिविकल्पितो धर्मः स्यान्न तु वास्तविकस्तहि स हेयः । एवमेव चित्तं निर्मलीभवति । अन्यथा धर्मबुद्ध्या पापं कुर्वाणः पापेन लिप्यते । तेन स्वात्मा एव वञ्च्यते ।
इदमत्र तात्पर्यम् - पापप्रवृत्तिं सर्वेऽपि पापरूपां मन्यन्ते । धर्मप्रवृत्तिस्तु धर्मरूपा वा स्यात्पापरूपा वा । या धर्मप्रवृत्तिः स्वरूपतोऽपि धर्मरूपा सा धर्मरूपा धर्मप्रवृत्तिः । या धर्मप्रवृत्तिः स्वरूपतः पापरूपा सा पापरूपा धर्मप्रवृत्तिः । मुग्धजना पापरूपामपि धर्मप्रवृत्तिं धर्मरूपामेव मन्यन्ते । पापरूपां धर्मप्रवृत्तिं पापरूपत्वेन बुधजना एव ज्ञातुं शक्नुवन्ति । ततो बुधजनैः पापरूपधर्मप्रवृत्तेस्तात्त्विकं स्वरूपं विचार्य सा हेया । तैर्धर्मरूपा धर्मप्रवृत्तिरेवाऽनुष्ठेया। तयैव कल्याणं स्यात् । पापरूपधर्मप्रवृत्तेः पापरूपत्वं ज्ञात्वाऽपि ये तां धर्मरूपेण समाचरन्त्यन्यांश्चोपदिशन्ति ते स्वात्मानं पराँश्च वञ्चयन्ति । ते स्वयं
લાગતું પણ હકીકતમાં પાપરૂપ જ છે.” સૂક્ષ્મબુદ્ધિવાળાઓએ બધે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું કે આ ધર્મ જેવો લાગતો હકીકતમાં ધર્મ છે કે નહીં? જો તે સાચો ધર્મ હોય તો તેને આચરવો. જો તે માત્ર બુદ્ધિથી વિચારેલો ધર્મ હોય સાચો ધર્મ ન હોય તો તે છોડી દેવો. આ રીતે જ ચિત્ત નિર્મળ થાય છે, અન્યથા ધર્મની બુદ્ધિથી પાપ કરનારો પાપથી લેવાય છે. તે પોતાના આત્માને જ ઠગે છે.
અહીં તાત્પર્ય આ પ્રમાણે છે - પાપપ્રવૃત્તિને બધા ય પાપરૂપ માને છે. ધર્મપ્રવૃત્તિ તો ધર્મરૂપ હોય અથવા પાપરૂપ હોય. જે ધર્મપ્રવૃત્તિ સ્વરૂપથી પણ ધર્મરૂપ હોય તે ધર્મરૂપ ધર્મપ્રવૃત્તિ છે. જે ધર્મપ્રવૃત્તિ સ્વરૂપથી પાપરૂપ હોય તે પાપરૂપ ધર્મપ્રવૃત્તિ છે. ભોળા લોકો પાપસ્વરૂપ એવી ધર્મપ્રવૃત્તિને પણ ધર્મસ્વરૂપ જ માને છે. પાપસ્વરૂપ ધર્મપ્રવૃત્તિને પાપ તરીકે પંડિત પુરુષો જ જાણી શકે છે. તેથી પંડિત પુરુષોએ પાપસ્વરૂપ ધર્મપ્રવૃત્તિનું સાચું સ્વરૂપ વિચારીને તેને છોડી દેવી. તેમણે ધર્મસ્વરૂપ ધર્મપ્રવૃત્તિ જ કરવી. તેનાથી જ કલ્યાણ થાય છે. પાપરૂપ ધર્મપ્રવૃત્તિના પાપી સ્વરૂપને જાણીને પણ જેઓ તેને ધર્મસ્વરૂપ માનીને તેને આચરે છે અને બીજાને ઉપદેશે છે, તેઓ પોતાના આત્માને અને બીજાને ઠગે છે. તેઓ પોતે ભવસમુદ્રમાં