________________
२०९
योगसारः २/३३ गुणवति यो दोषान्पश्यति तस्य चारित्रं नास्ति त एव विपरीतक्रमेण द्रष्टव्या इति महर्षयो वदन्ति । स्वदोषलवा पर्वतस्थूला द्रष्टव्याः । पर्वतस्थूला अपि स्वगुणा नैव द्रष्टव्याः । एवंकरणेन स्वात्मा दोषनिधिर्गुणरिक्तश्च भासिष्यते । तेन मानकषायस्य विगमो भविष्यति । ततश्च स्वमनसि परेषु मत्सरो न भविष्यति । परन्तु स्वचित्ते परेषु वात्सल्यमाविर्भविष्यति । तेन परेषां गुणलवा अपि पर्वतस्थूला द्रक्ष्यन्ते । परेषां पर्वतस्थूला अपि दोषा नैव द्रक्ष्यन्ते । इत्थं परगुणान्द्रष्टुं सर्वैः सूक्ष्मदर्शकयन्त्रतुल्यैर्भाव्यम् परदोषांश्च द्रष्टमन्धैर्भाव्यम् । इत्थं चित्तं निर्मलीभविष्यति । ततश्च तत्र समताप्रतिष्ठा भविष्यति । गुणवति यो दोषान्पश्यति, न च गुणान्, तस्य चारित्रं नास्ति । उक्तञ्च यतिलक्षणसमुच्चये - ‘ण वहइ जो गुणरायं, दोसलवं कड्डिउं गुणड्डे वि । तस्स णियमा चरित्तं, नत्थि त्ति भणंति समयन्नू ॥१३२॥' (छाया - न वहति यो गुणरागं, दोषलवं कृष्ट्वा गुणाढ्येऽपि । तस्य नियमात् चारित्रं नास्ति इति भणन्ति समयज्ञाः ॥१३२॥)
पूर्वश्लोकोक्तप्रकारापेक्षया विपरीतक्रमेण स्वगुणदोषा द्रष्टव्याः-स्वगुणा न द्रष्टव्याः स्वदोषाश्च द्रष्टव्या इत्यत्र यदुक्तं तत्सर्वश्रेष्ठं वचनम्, यत एवमेव माननिग्रहेण मोहसाम्राज्यविलयो भवति । જ વિપરીત રીતે જોવા એમ મહર્ષિઓ કહે છે. પોતાના અલ્પ દોષોને પર્વત જેવા મોટા જોવા. પર્વત જેવા મોટા પણ પોતાના ગુણો ન જોવા. આમ કરવાથી પોતાનો આત્મા દોષોનો ભંડાર અને ગુણોથી દરિદ્ર લાગશે. તેથી માનકષાયનો નાશ થશે. તેથી પોતાના મનમાં બીજા ઉપર ઈર્ષ્યા નહીં થાય. પણ પોતાના મનમાં બીજા ઉપર વાત્સલ્ય પ્રગટશે. તેથી બીજાના અલ્પ ગુણો પણ પર્વત જેવા મોટા દેખાશે. બાજાના પર્વત જેવા મોટા પણ દોષો નહીં જ દેખાય. આમ બીજાના ગુણોને જોવા માટે બધાએ સૂક્ષ્મદર્શક યંત્ર જેવા થવું અને બીજાના દોષોને જોવા આંધળા થવું. આમ ચિત્ત નિર્મળ થશે અને તેથી તેમાં સમતાની પ્રતિષ્ઠા થશે. ગુણવાનમાં જે દોષોને જુવે છે, ગુણોને નહીં, તેનું ચારિત્ર ટકતું નથી. યતિલક્ષણસમુચ્ચયમાં કહ્યું છે – ગુણવાનને વિષે પણ જે થોડા દોષો કાઢીને ગુણાનુરાગને ધારણ કરતો નથી નિયમા તેનું ચારિત્ર ટતું નથી એમ સર્વજ્ઞ ભગવંતો કહે છે. (૧૩૨)”
પૂર્વશ્લોકમાં કહેલ રીતથી વિપરીત રીતે પોતાના ગુણો-દોષો જોવા એટલે કે પોતાના ગુણો ન જોવા અને પોતાના દોષો જોવા એવું જે આ શ્લોકમાં કહ્યું તે સૌથી શ્રેષ્ઠ વચન છે, કેમકે એ રીતે જ મનનો નિગ્રહ થવાથી મોહના સામ્રાજ્યનો નાશ થાય છે.