________________
२०६
आत्मन्यणुमात्रा अपि गुणा दृश्यन्ते
योगसार: २/३२
भवजलधौ निमज्जन्त्यन्यांश्च तत्र निमज्जयन्ति । तेषां चित्तं निर्मलं न भवति । तेऽतिदुष्करा अपि धर्मक्रियाः कुर्वन्ति । परन्तु चित्तशुद्धिस्तैः कर्त्तुं न शक्यते । ततस्ते साम्यमपि नाप्नुवन्ति । फलतस्ते सिद्धेर्दूरस्था भवन्ति ।
I
अयमत्रोपदेशसर्वस्वं-पापरूपधर्मप्रवृत्तेः पापरूपत्वं सूक्ष्मबुद्ध्या विचिन्त्य सा हेया । ततो मनो निर्मलं कर्त्तव्यम् ॥३१॥
अवतरणिका - चित्तशुद्धेर्दुष्करत्वस्यैकं कारणं प्रतिपाद्याऽधुना द्वितीयं कारणं प्रतिपादयति
मूलम् - 'अणुमात्रा अपि गुणा, दृश्यन्ते स्वधियाऽऽत्मनि । दोषास्तु पर्वतस्थूला, अपि नैव कथञ्चन ॥३२॥ स्वधियाऽऽत्मनि अणुमात्रा अपि गुणा दृश्यन्ते, पर्वतस्थूला अपि दोषास्तु कथञ्चन नैव (दृश्यन्ते) ॥३२॥
अन्वयः
-
पद्मया वृत्तिः - स्वधिया - स्वस्य - निजा धी:- बुद्धिरिति स्वधीः, तया, आत्मनि स्वस्मिन्, अणुमात्राः - अणुतुल्या सूक्ष्मा मात्रा - प्रमाणं येषां ते अणुमात्रा:- सूक्ष्मा इत्यर्थः, अपिशब्दः स्वस्मिन्महान्तो गुणास्तु दृश्यन्ते एव, सूक्ष्मा अपि गुणा दृश्यन्ते इति द्योतयति, गुणाः - पूर्वोक्तस्वरूपाः, दृश्यन्ते - निरीक्ष्यन्ते, पर्वतस्थूलाः - पर्वतस्य
ડૂબે છે અને બીજાને તેમાં ડુબાડે છે. તેમનું ચિત્ત નિર્મળ હોતું નથી. તેઓ અતિશય દુષ્કર એવી પણ ધર્મક્રિયાઓ કરે છે, પણ ચિત્તની શુદ્ધિ તેઓ કરી શકતાં નથી. તેથી તેઓ સમતાને પણ પામતાં નથી. પરિણામે તેઓ મોક્ષથી દૂર રહે છે.
અહીં ઉપદેશનો સાર આ પ્રમાણે છે - પાપરૂપી ધર્મપ્રવૃત્તિનું પાપસ્વરૂપ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીને તે છોડવી. તેથી મનને નિર્મળ કરવું. (૩૧)
અવતરણિકા - ચિત્તની શુદ્ધિ મુશ્કેલ હોવાનું એક કારણ બતાવીને હવે બીજું કારણ બતાવે છે
-
શબ્દાર્થ - પોતાની બુદ્ધિથી પોતાનામાં રહેલા નાના પણ ગુણો દેખાય છે, પર્વત જેવા મોટા પણ દોષો તો કોઈ પણ રીતે દેખાતાં નથી. (૩૨)
१. अणुमात्रमपि - E