________________
मनः शुद्ध्यर्थं विशेषेण यतनीयम्
योगसारः २/३०
1
दुष्टानामात्मसाधकानामपि तत्सुकरं भवति । केषाञ्चिच्छरीरं सशक्तं भवति । इत्थं तपोऽपि सुखेन क्रियते ।
२०२
साधका इष्टविषयाँस्त्यजन्ति । अनिष्टविषयसंयोगं ते सहर्षं सहन्ते । अयमिन्द्रियनिरोधोऽपि फलापेक्षया क्रियमाणः सुकरो भवति । फलनिरपेक्षाणां सञ्चलनकषायादिदुष्टानामात्मसाधकानामपि स सुकरो भवति ।
मलधारित्व-तपश्चरण- अक्षनिरोधास्त्रयोऽपि शरीरसाध्याः । मनोदमनापेक्षया देहदमनं सुकरं भवति ।
चित्ताद् रागादिदोषाणां निष्काशनेन चित्तस्य शुद्धिर्भवति । रागादिदोषास्त्वनादिकालादभ्यस्ताः सन्ति । ततस्तेषां त्यागो दुष्करो भवति । ततश्चित्तशुद्धिरपि कृच्छ्रसाध्या । चित्तस्य मलिमसत्वं जना न पश्यन्ति । बाह्याचारे जायमानाः स्खलनाः जनाः पश्यन्ति । मनसः स्खलनाः कोऽपि न जानाति । ततो जनेन मनसः स्खलनादोषादीनां त्यागार्थं विशेषयत्त्रो न क्रियते। ततोऽपि मनः शुद्धिः सुकरा न भवति ।
છે. કેટલાકનું શરીર સશક્ત હોય છે. આમ તપ પણ સહેલાઈથી થાય છે.
સાધકો ઇષ્ટ વિષયોને છોડે છે. અનિષ્ટ વિષયોનો સંયોગ થાય તો તેઓ તેને સહર્ષ સહન કરે છે. ફળની અપેક્ષાથી કરાતો આ ઇન્દ્રિયનિરોધ પણ સહેલો છે. ફળની અપેક્ષા વિનાના, સંજ્વલન કષાય વગેરેથી દુષ્ટ એવા આત્મસાધકોને પણ તે સહેલો લાગે છે.
મેલને ધારણ કરવો, તપ કરવો અને ઇન્દ્રિયોનો નિરોધ કરવો - આ ત્રણેય શરીરથી કરવાના છે. મનને દમવા કરતા શરીરને દમવું સહેલું છે.
ચિત્તમાંથી રાગ વગેરે દોષોને કાઢવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. રાગ વગેરે દોષો તો અનાદિકાળથી અભ્યાસ કરેલા છે. તેથી તેમનો ત્યાગ મુશ્કેલ છે. તેથી ચિત્તની શુદ્ધિ પણ મુશ્કેલીથી થઈ શકે છે. ચિત્તની મલિનતા લોકોને દેખાતી નથી. બાહ્ય આચારમાં થતી સ્ખલનાઓને લોકો જુવે છે. મનની સ્ખલનાઓને કોઈ જાણતું નથી. તેથી લોકો મનની સ્ખલનાઓ, દોષો વગેરેના ત્યાગ માટે વિશેષ મહેનત કરતાં નથી. તેથી પણ મનની શુદ્ધિ સહેલી નથી.