________________
योगसारः २।२४ परगच्छीयेषु द्वेषो न विधेयः
१८७ समये मुखाग्रे मुखवास्त्रिकैव धर्तव्येति । तत्राऽपि स्थानकवासितेरापन्थिनो मुखवस्त्रिकां मुखे बध्नन्ति । तपागच्छीयास्तु मुखवस्त्रिका हस्ते धृत्वा मुखाग्रे स्थापयन्ति । पौर्णमिकाः पार्श्वचन्द्रगच्छीया अञ्चलगच्छीयाश्च पाक्षिकं पर्व पूर्णिमायां कुर्वन्ति । तपागच्छीयादयः पाक्षिकं पर्व चतुर्दश्यां कुर्वन्ति । केचन मन्यन्ते-जिनबिम्बप्रतिष्ठा श्राद्धेनैव कर्तव्या, न तु साधुनेति । परे मन्यन्ते-जिनबिम्बप्रतिष्ठा साधुना कर्त्तव्येति । अस्मिञ्जिनशासनेऽनेका गच्छाः सन्ति । तेषां मतानि विविधानि सन्ति । यदि तत्तद्गच्छीयाः स्वगच्छस्य रागं कुर्वन्ति परगच्छेषु च द्वेषं कुर्वन्ति तहि रागद्वेषाकुलत्वात्ते मुक्तिं नाप्नुवन्ति । समतारहितस्याऽञ्चलेन मुखवस्त्रिकया वा मुक्तिर्न भवति । समताविकलस्य पूर्णिमायां चतुर्दश्यां वा पाक्षिकपर्वण आराधनेनाऽपि मुक्तिर्न भवति । समतामोचिनः श्राद्धप्रतिष्ठया साधुप्रतिष्ठया वा मुक्तिर्न भवति । मुक्तिस्तु समतयैव भवति । ततः स्वस्वमतानुसारेणाऽऽराधनां कुर्वद्भिः सर्वगच्छीयैः परगच्छीयेषु द्वेषो न विधेयः, परन्तु समभावलाभार्थं प्रयत्नो विधेयः । यदि ते केवलं स्वस्वमतानुसारिणीमाराधनामेव कुर्वन्ति, परेषु द्वेषकरणेन મોઢા આગળ મુહપત્તિ જ રાખવી જોઈએ. તેમાં પણ સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ મુહપત્તિને મોઢે બાંધે છે. તપાગચ્છવાળા તો મુહપત્તિને હાથમાં રાખીને મોઢા આગળ રાખે છે. પૂનમિયા ગચ્છવાળા, પાર્શ્વચન્દ્ર ગચ્છવાળા અને અંચલગચ્છવાળા પાખી પૂનમના દિવસે કરે છે. તપાગચ્છવાળા વગેરે પાખી ચૌદશના દિવસે કરે છે. કેટલાક માને છે કે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા શ્રાવકે જ કરવી જોઈએ, સાધુએ નહીં. બીજા માને છે કે જિનપ્રતિમાની પ્રતિષ્ઠા સાધુએ જ કરવી જોઈએ. આ જિનશાસનમાં અનેક ગચ્છો છે. તેમના મતો જુદા જુદા છે. જો તે તે ગચ્છવાળા પોતાના ગચ્છનો રાગ કરે અને બીજા ગચ્છો ઉપર દ્વેષ કરે તો રાગદ્વેષથી યુક્ત હોવાથી તેઓ મોક્ષ પામતાં નથી. સમતા ન હોય તો અંચલથી કે મુહપત્તિથી મોક્ષ થતો નથી. સમતા ન હોય તો પૂનમે કે ચૌદશે પાણીની આરાધના કરવાથી મોક્ષ નથી થતો. સમતા ન હોય તો શ્રાવકની કરેલી પ્રતિષ્ઠાથી કે સાધુની કરેલી પ્રતિષ્ઠાથી મોક્ષ થતો નથી. મોક્ષ તો સમતાથી જ થાય છે. માટે પોતપોતાના મત અનુસાર આરાધના કરનારા બધા ગચ્છવાળાઓએ બીજા ગચ્છવાળા ઉપર દ્વેષ ન કરવો પણ સમભાવ લાવવા પ્રયત્ન કરવો. જો તેઓ માત્ર પોતપોતાના મતને અનુસારી આરાધના જ કરે અને બીજા ઉપર દ્વેષ કરીને સમતા લાવવા માટે પ્રયત્ન ન કરે