________________
इलापुत्रेणोत्तमो योगः सेवितः
योगसारः २/२६
इलापुत्रो नटीप्राप्त्यर्थं वंशोपरि नृत्यमकरोत् । नृत्यं कुर्वता तेनैकस्मिन्गृहे एकया स्फारशृङ्गारयुक्तयां रूपवत्या स्त्रिया प्रतिलाभ्यमान एको भूमितलनिहितदृष्टिर्मुनिर्दृष्टः । इदं दृश्यं दृष्ट्वा स वैराग्यवासितोऽभवत् । शुक्लध्यानमारुह्य स वंशाग्रे नृत्यन्नेव कैवल्यं प्राप्तवान्। इत्थमिलापुत्रेणाऽपि समतासाधनां कृत्वैव स्वकर्माणि क्षपितानि ।
१९४
दृढप्रहारिचिलातीपुत्रेलापुत्रैरन्यैरप्येवम्प्रकारैर्नान्या काचिदपि विशिष्टा साधना कृता, परन्तु तैः स्वीयं मनो रागद्वेषविमुक्तं कृतम् । ततः समतात्मक उत्तमो योगस्तैः सेवितः । ततः पूर्वावस्थायां भयङ्करपापकारित्वे सत्यपि शीघ्रं कर्माणि क्षपयित्वा ते सिद्धा: । समता मुक्तिप्राप्तेः सरल उपाय: । समता मुक्तिप्राप्तेर्ह्रस्वो मार्गः । समता मुक्तेरनन्यं कारणम् । दृढप्रहार्यादीनां दृष्टान्तान्मनसि धृत्वा समतासिद्ध्यर्थमेव प्रयतनीयम् ।
अत्राऽपीदं ध्येयम् - यद्यपि दृढप्रहार्यादिभिरुत्तमो योगः सेवितस्तथापि बाह्यानुष्ठानानि ते नोपेक्षितवन्तः । बाह्यानुष्ठानाऽऽचरणात्पूर्वमेव तैः कैवल्यं लब्धम् । यदि तदा ते
ઇલાપુત્રે નટીને મેળવવા વાંસની ટોચ ઉપર નૃત્ય કર્યું. નૃત્ય કરતાં કરતાં તેણે એક ઘરમાં ખૂબ જ શૃંગાર કરેલી એક રૂપાળી સ્ત્રીને જોઈ. તે એક મુનિને વહોરાવતી હતી. તે મુનિની નજર ભૂમિ ઉપર હતી. આ દૃશ્ય જોઈને તેને વૈરાગ્ય થઈ ગયો. શુક્લધ્યાનમાં ચઢીને તેણે વાંસની ટોચ ઉપર નૃત્ય કરતાં કરતાં જ કેવળજ્ઞાન મેળવ્યું. આમ ઇલાપુત્રે પણ સમતાની સાધના કરીને જ પોતાના કર્મો ખપાવ્યા.
દૃઢપ્રહારી, ચિલાતીપુત્ર, ઇલાપુત્ર અને બીજા પણ આવા જીવોએ બીજી કોઈ પણ વિશિષ્ટ સાધના કરી ન હતી, પરંતુ તેમણે પોતાનું મન રાગદ્વેષથી મુક્ત કર્યું હતું. તેથી સમતા રૂપી ઉત્તમ યોગ તેમણે સેવ્યો હતો. તેથી પૂર્વ અવસ્થામાં ભયંકર પાપ કરનારા હોવા છતાં પણ જલ્દીથી કર્મો ખપાવી તેઓ સિદ્ધ થયા. સમતા એ મોક્ષ પામવાનો સરળ ઉપાય છે. સમતા એ મોક્ષ પામવાનો ટૂંકો રસ્તો છે. સમતા એ મોક્ષનું એક માત્ર કારણ છે. દઢપ્રહારી વગેરેના દૃષ્ટાન્તો મનમાં રાખીને સમતાની સિદ્ધિ માટે પ્રયત્ન કરવો.
અહીં આટલુ ધ્યાન રાખવું - જો કે દૃઢપ્રહારી વગેરેએ ઉત્તમ યોગ સેવ્યો છતાં પણ તેમણે બાહ્ય અનુષ્ઠાનોની ઉપેક્ષા કરી નહોતી. બાહ્ય અનુષ્ઠાનોના આચરણ પૂર્વે જ તેમને કેવળજ્ઞાન થયું હતું. જો ત્યારે તેમને કેવળજ્ઞાન થયું ન હોત તો તેઓ