________________
योगसारः २।२० कालुष्ये सति देवोपासना निरर्थिका
१७९ पद्मीया वृत्तिः - यदि - सम्भावने, स्वं - स्वकीयम्, मनः - चित्तम्, रागाद्यैः - राग:-पूर्वोक्तस्वरूपः, आध:-प्रथमः, राग आद्यो येषां ते रागाद्याः, तैः, कलुषम् - रागद्वेषव्याकुलम्, स्यात्तीत्यत्राध्याहार्यम, बुद्धेन - गौतमबुद्धेन, किम् ? - अलम्, न किमपि प्रयोजनमित्यर्थः, एवमग्रेऽपि ज्ञेयम्, ईशेन - शङ्करेण, किम् ? - अलम्, धात्रा - ब्रह्मणा, किम् ? - अलम्, विष्णुना - कृष्णेन, किम् ? - अलम्, उशब्दः - पादपूर्ती, जिनेन्द्रेण - अर्हता, किम् ? - अलम् ?
यदि स्वीयं मनो रागद्वेषाऽऽक्रान्तं स्यात्तर्हि कस्यचिदपि देवस्योपासनया न कोऽपि लाभः । न देवविशेषोपासनयैव कैवल्यप्राप्तिर्भवति । देवविशेषस्तु तत्राऽऽलम्बनरूपः । तस्याऽऽलम्बनेन जीवैः स्वात्मनि समताया आधानं कर्त्तव्यम् । तत एव तेषां कैवल्यप्राप्तिभवति । बौद्धा बुद्धस्योपासनां कुर्वन्ति । नैयायिका शिवस्योपासनां कुर्वन्ति । केचिद् ब्रह्मण उपासनां कुर्वन्ति । परे विष्णोरुपासनां कुर्वन्ति । जैना जिनेन्द्रस्योपासनां कुर्वन्ति । न केवलमेतावन्मात्रेणैव कैवल्यं प्राप्यते । साधकस्य साधनाया उद्देशो न केवलं देवविशेषसेवैव । परन्तु देवविशेषसेवया स्वीयरागादिनाश एव साधकस्य साधनायाः प्रयोजनम् । यदि स केवलं देवोपासनामेव करोति न तु रागादिनाशार्थं प्रयतते तर्हि स कैवल्यं नाप्नोति । यदि मनो रागादिविमुक्तं स्यात्तर्येव कैवल्यप्राप्तिर्भवेत् ।
अनेनेदं ज्ञापितं - देवोपासनाऽपि समत्वप्राप्त्यर्थमेव कर्त्तव्या । अन्योद्देशेन कृतया
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - જો પોતાનું મન રાગદ્વેષથી યુક્ત હોય તો કોઈપણ દેવની ઉપાસનાથી કોઈ પણ લાભ થતો નથી. દેવવિશેષની ઉપાસના માત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. દેવવિશેષ તો તેમાં આલંબનરૂપ છે. તેના આલંબનથી જીવોએ પોતાના આત્મામાં સમતાની સ્થાપના કરવાની છે. ત્યાર પછી જ તેમને કેવળજ્ઞાન મળે છે. બૌદ્ધો બુદ્ધની ઉપાસના કરે છે. નૈયાયિકો શંકરની ઉપાસના કરે છે. કેટલાક બ્રહ્માની ઉપાસના કરે છે. બીજા વિષ્ણુની ઉપાસના કરે છે. જૈનો જિનેન્દ્રની ઉપાસના કરે છે. એટલા માત્રથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. સાધકની સાધનાનો ઉદ્દેશ માત્ર દેવવિશેષની સેવા જ નથી, પણ દેવવિશેષની સેવાથી પોતાના રાગ વગેરેનો નાશ કરવો એ જ સાધકની સાધનાનું પ્રયોજન હોય છે. જો તે માત્ર દેવની ઉપાસના જ કરે, પણ રાગ વગેરેનો નાશ કરવા માટે પ્રયત્ન ન કરે તો તેને કેવળજ્ઞાન ન મળે. જો મન રાગ વગેરેથી મુક્ત હોય તો જ કેવળજ્ઞાન મળે.
આનાથી એ જણાવ્યું કે પ્રભુની ઉપાસના પણ સમતા પામવા જ કરવાની છે.