________________
मोहमोहिताः परदोषग्रहणं कुर्वन्ति
१६०
पश्यन्ति' इत्यत्राऽऽक्षिप्यते ।
योगसारः २/१२
परदोषग्रहणं त्रिविधं-परदोषदर्शनं परदोषचिन्तनं परदोषभाषणञ्च । चक्षुषा परदोषाणामवलोकनं परदोषदर्शनम्, परदोषदर्शनेन जनो दोषदृष्टिर्भवति । ततः स परस्मिन्दोषानेव पश्यति । स परस्मिन्गुणान्द्रष्टुं न शक्नोति । स वायसतुल्यो भवति । वायसः शुचिपदार्थं परित्यज्य स्वचञ्चुनाऽशुचिमास्वादयति । एवं मोहमोहितो मत्सरी परगुणान्परित्यज्य स्वचक्षुषा परदोषाणां पानं करोति । दोषा अशुचिरूपाः । परदोषचिन्तनेन मनो मलिनीभवति। परदोषभाषणेन जिह्वा मलिमसीभवति । पराशुचिना स्वात्मनः खरण्टनं तु मौर्व्यमेव । परदोषभाषणं निन्दारूपम् । निन्दको निन्दया परं शुचीकरोति स्वात्मानञ्च मलिनीकरोति । परदोषचिन्तनेन शनैः शनैः स्वात्माऽपि दोषदुष्टो भवति । इत्थं परदोषग्रहणेन न कोऽपि लाभो जायते । प्रत्युत परदोषग्रहणेन स्वात्मा दोषैभ्रियते । तत आत्माऽशुभकर्माणि बद्ध्वा स्वजन्ममरणपरम्परां वर्धयति । इत्थं परदोषग्रहणं संसारवृद्धेः कारणं भवति । परदोषग्राहकः संसारे पतति । परदोषग्राहकस्य ज्ञानं मोहेनाऽऽच्छादितं भवति । परदोषान्दृ
I
I
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - બીજાના દોષોનું ગ્રહણ ત્રણ રીતે થાય - બીજાના દોષોને જોવા, બીજાના દોષોને વિચારવા અને બીજાના દોષોને બોલવા. આંખથી બીજાના દોષો જોવા તે પરદોષદર્શન. પરદોષદર્શનથી વ્યક્તિ દોષદષ્ટિવાળો થાય છે. તેથી તેને બીજામાં દોષો જ દેખાય છે. તેને બીજામાં ગુણો દેખાતાં નથી. તે કાગડા જેવો બને છે. કાગડો સારી વસ્તુ છોડીને પોતાની ચાંચથી ખરાબ વસ્તુને ખાય છે. એમ મોહથી મોહિત થયેલો ઇર્ષ્યાળુ બીજાના ગુણોને છોડીને પોતાની આંખથી બીજાના દોષોનું પાન કરે છે. દોષો ખરાબ છે. બીજાના દોષો વિચા૨વાથી મન મેલું થાય છે. બીજાના દોષો બોલવાથી જીભ મેલી થાય છે. બીજાના મેલથી પોતાને ખરડવો એ તો મૂર્ખતા છે. બીજાના દોષો બોલવા એ નિંદારૂપ છે. નિંદક નિંદાથી બીજાને પવિત્ર કરે છે અને પોતે મેલો થાય છે. બીજાના દોષો વિચા૨વાથી ધીમે ધીમે આત્મા પોતે દોષવાળો થાય છે. આમ બીજાના દોષ લેવાથી કોઈ પણ ફાયદો નથી. ઊલટું બીજાના દોષો લેવાથી પોતાનો આત્મા દોષોથી ભરાય છે. પછી આત્મા અશુભ કર્મો બાંધીને પોતાના જન્મ-મરણની પરંપરા વધારે છે. આમ બીજાના દોષો લેવા એ સંસાર વધારવાનું કારણ છે. બીજાના દોષો લેનાર સંસારમાં પડે છે. બીજાના દોષો લેનારનું જ્ઞાન મોહથી આવરાઈ જાય છે. બીજાના દોષો