________________
१६८ निन्दायां स्तुतौ लेष्टौ काञ्चने च समत्वम् યોગાસી: રા૨૬,૬
निन्दां स्तुतिञ्च परः करोति । अस्माकं ताभ्यां किम् ? निन्दकोऽस्माकं दोषान्वदति । स्तोताऽस्माकं गुणान्वदति । परकृतनिन्दयाऽस्मासु दोषा न प्रादुर्भवन्ति । परकृतस्तुत्याऽस्मासु गुणा न प्रादुर्भवन्ति । यदि निन्दकोऽस्माकं सद्भूतान्दोषान्वक्ति तॉस्माभिस्तद्वचनं स्वीकृत्य दोषापगमार्थं यतनीयम् । यदि निन्दकोऽस्माकमसद्भूतान्दोषान्वक्ति तयस्माभिस्तद्भाषणं मनसि न धर्तव्यम् । श्वा भषति, न च तेनाऽस्माकं किमपि हीयते । यदि स्तोताऽस्माकं सद्भूतान्गुणान्कथयति तास्माभिश्चिन्तनीयं -मत्तोऽप्यधिकगुणवन्तः पूर्वमनेका महापुरुषाः सञ्जाता इति । यदि स्तोताऽस्माकमसद्भूतान्गुणान्वक्ति तॉस्माभिस्तद्भाषणं मनसि न धर्त्तव्यं यद्वा तदुक्तगुणप्राप्त्यर्थं प्रयतनीयम् । इत्थं निन्दायां स्तुतौ वा मनः समं भवति ।
लेष्टुकाञ्चने द्वेऽपि पृथ्वीकायशरीररूपे । मनुष्यैर्लेष्टुर्मूल्यरहितो निश्चितः काञ्चनञ्च बहुमूल्यं कल्पितम् । तत्त्वदृष्ट्या तु चिन्त्यमाने द्वेऽपि समस्वरूपे । इत्थं चिन्तनेन लेष्टौ काञ्चने वा मनः समीभवति । - નિંદા અને પ્રશંસા બીજા કરે છે. આપણને તેનાથી શું ફાયદો? નિંદક આપણા દોષો બોલે છે. સ્તુતિ કરનારા આપણા ગુણો બોલે છે. બીજાએ કરેલી નિંદાથી આપણામાં દોષો આવી જતાં નથી. બીજાએ કરેલી પ્રશંસાથી આપણામાં ગુણો આવી જતાં નથી. જો નિંદક આપણા સાચા દોષો બોલતો હોય તો આપણે તેનું વચન સ્વીકારીને દોષોને દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ. જો નિંદક આપણા ખોટા દોષો બોલતો હોય તો આપણે તેના બોલવા ઉપર ધ્યાન ન આપવું જોઈએ. કૂતરો ભસે છે, એનાથી આપણે કંઈ બગડતું નથી. જો સ્તુતિ કરનાર આપણા સાચા ગુણોને કહે છે, તો આપણે વિચારવું કે મારા કરતાં પણ વધુ ગુણવાળા પૂર્વે અનેક મહાપુરુષો થઈ ગયા. જો સ્તુતિ કરનાર આપણા ખોટા ગુણો બોલે તો આપણે તેના બોલવા ઉપર ધ્યાન ન આપવું અથવા તેણે કહેલા ગુણો મેળવવા પ્રયત્ન કરવો. આમ નિંદામાં કે પ્રશંસામાં સમાન બનવું.
ઢેકું અને સોનું બન્ને ય પૃથ્વીકાયના શરીર સ્વરૂપ છે. મનુષ્યોએ એકની કિંમત વધુ નક્કી કરી અને બીજાને મૂલ્યરહિત માન્યો. તત્ત્વદૃષ્ટિથી વિચારતાં તો બન્નેયનું સ્વરૂપ સમાન છે. આમ વિચારવાથી ઢેફાં ઉપર અને સોના ઉપર મન સમાન બને છે.