________________
१७० शत्रो मित्रे सुखे दुःखे शुभाशुभेषु चेन्द्रियविषयेषु समत्वम् योगसारः २/१५,१६ स न तिरस्कर्त्तव्यः । ऋद्धिमति न स्निग्धेन भाव्यम् । तत्र तस्य पुण्योदयश्चिन्त्यः । तस्य चाटूनि न कर्त्तव्यानि । इत्थं दरिद्रे ऋद्धिमति च समत्वमवलम्बनीयम् । ___ अनुकूलकर्तारं वयं मित्रं मन्यामहे । प्रतिकूलकर्तारं वयं शत्रु मन्यामहे । अनुकूलताप्रतिकूलते च मनोविकल्पसम्भूते न तात्त्विक्यौ । इत्थं विचार्य शत्रौ मित्रे च समैर्भाव्यम् ।
सातोदयेन सुखं भवति असातोदयेन च दुःखं भवति । अतः सुखदुःखे कर्मोदयजन्ये । कर्म चात्मनैव बद्धम् । ततः सुखे दुःखे च पक्षपातं विमुच्य समानचित्तैर्भाव्यम् ।
शुभाशुभेन्द्रियविषयाः पुद्गलपरिणामरूपाः । पुद्गलाश्च सततं परिवर्तनशीलाः । ततो ये पुद्गलाः सम्प्रत्यशुभाः सन्ति श्वस्ते शुभा भवेयुर्ये च सम्प्रति शुभाः श्वस्तेऽशुभा भवेयुः । अपरञ्चेन्द्रियविषयेषु रागद्वेषकरणेनाऽऽत्मैव कर्मणा लिप्यते । तत आत्मन एव हानिर्भवति, न तु त्विन्द्रियविषयाणाम् । एवमवधार्येन्द्रियविषयेषु समानैर्भवितव्यम् ।
તેથી તેનો તિરસ્કાર ન કરવો. ઋદ્ધિવાળા ઉપર સ્નેહ ન કરવો. ત્યાં તેના પુણ્યોદયને વિચારવો. તેની ખુશામત ન કરવી. આમ દરિદ્રને વિષે અને શ્રીમંતને વિષે સમતા રાખવી.
અનુકૂળ કરનારને આપણે મિત્ર માનીએ છીએ. પ્રતિકૂળ કરનારને આપણે દુશ્મન માનીએ છીએ. અનુકૂળતા અને પ્રતિકૂળતા મનના વિચારથી થાય છે. તે સાચી નથી. આમ વિચારીને દુશ્મનને વિષે અને મિત્રને વિષે સમાન બનવું.
સાતાના ઉદયથી સુખ થાય છે અને અસાતાના ઉદયથી દુઃખ થાય છે. માટે સુખદુઃખ કર્મના ઉદયથી થાય છે અને કર્મ આત્માએ જ બાંધેલ છે. તેથી સુખમાં અને દુઃખમાં પક્ષપાત છોડીને સમાન ચિત્તવાળા બનવું.
ઇન્દ્રિયના સારા-ખરાબ વિષયો પુદ્ગલના પરિણામરૂપ છે. પુદ્ગલો સતત પરિવર્તનશીલ છે. તેથી જે પુદ્ગલ હાલ ખરાબ છે કાલે તે સારા થઈ જાય અને હાલ જે સારા છે, તે કાલે ખરાબ થઈ જાય. બીજું ઇન્દ્રિયોના વિષયોમાં રાગદ્વેષ કરીને આત્મા જ કર્મથી લેવાય છે. તેથી આત્માને જ નુકસાન થાય છે, ઇન્દ્રિયોના વિષયોને નહીં. આમ વિચારી ઇન્દ્રિયોના વિષયોમાં સમાન બનવું.