________________
१७४
साम्यमष्टाङ्गयोगस्य सारभूतम् योगसारः २/१७ प्रत्यय-ध्याता-ध्येयैः सह चित्तस्यैकाग्र: प्रवाहो ध्यानम् । ध्यान-ध्याता-ध्येयरहिता चित्तस्यैकाग्रता चित्तसमाधिः । यदुक्तं पातञ्जलयोगसूत्रे – 'अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ॥२/३०॥ शौचसन्तोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ॥२/ ३२॥ स्थिरसुखमासनम् ॥२/४६॥ तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥२/४९॥ स्वविषयासम्प्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ॥२/ ५४॥ देशबन्धश्चित्तस्य धारणा ॥३/१॥ तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥३/२॥ तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३/३॥'
अष्टाङ्गस्य योगस्याऽपि सारभूतमिदं समत्वमेव, यतो योगे यो यमादीनां विस्तारोऽस्ति स सर्वोऽपि समत्वसिद्ध्यर्थमेवाऽस्ति । यदि यमादिभिः समत्वं न सिध्यति, प्रत्युत तै रागद्वेषौ भवतस्तहि ते यमादयो निरर्थकाः । यमादयः साधनरूपाः, समत्वं तु साध्यम् । यदि साध्यं न सिध्यति तर्हि साधनं निरर्थकम् । उक्तञ्च साम्यशतके - 'अष्टाङ्गस्याऽपि योगस्य, रहस्यमिदमुच्यते । यदङ्गविषयासङ्गत्यागान्माध्यस्थ्यसेवनम् ॥८॥' ધ્યાન છે. (૮) ધ્યાન, ધ્યાતા અને ધ્યેયરહિત ચિત્તની એકાગ્રતા એ ચિત્તસમાધિ છે. પાતંજલયોગસૂત્રમાં કહ્યું છે – “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ – એ યમ છે. (૨/૩૦) શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ નિયમ છે. (૨) ૩૨) જે નિશ્ચલ હોય અને સુખ કરનારું હોય તે આસન છે. (૨૪૬) આસનપૂર્વક શ્વાસ-પ્રશ્વાસની ગતિનો વિચ્છેદ તે પ્રાણાયામ છે. (૨/૪૯) ઈન્દ્રિયોનું પોતાના વિષયોનો અસંયોગ થવા પર જે ચિત્તના સ્વરૂપ સમાન આકારવાળા થવું તે પ્રત્યાહાર. (૨/૫૪) બાહ્ય કે અત્યંતર દેશમાં ચિત્તને બાંધવું તે ધારણા. (૩/૧) તે દેશમાં ધ્યેયના આલંબનરૂપ પ્રત્યયની એકાગ્રતા તે ધ્યાન. (૩/૨) પોતાના સ્વરૂપથી શૂન્ય જેવું ધ્યેયના આકારરૂપ ભાસતું ધ્યાન જ સમાધિ છે. (૩૩)
આઠ અંગવાળા યોગના પણ સારરૂપ આ સમતા જ છે, કેમકે યોગમાં જે યમ વગેરેનો વિસ્તાર છે, તે બધો ય સમતાની સિદ્ધિ માટે જ છે. જો યમ વગેરેથી સમતાની સિદ્ધિ ન થાય, ઊલટું તેમનાથી રાગદ્વેષ થાય તો તે યમ વગેરે નકામા છે. યમ વગેરે સાધનરૂપ છે. સાધ્ય તો સમતા છે. જો સાધ્ય સિદ્ધ ન થાય તો સાધન નકામું છે. સામ્યશતકમાં કહ્યું છે - “આઠ અંગવાળા યોગનું પણ આ રહસ્ય કહેવાય છે કે શરીર અને વિષયની આસક્તિનો ત્યાગ કરીને મધ્યસ્થ બનવું. (૮)