________________
योगसारः २।१४ रागद्वेषविनाभूतं साम्यं परदूषणदायिनां न विद्यते
१६५ साम्यामृतं समासाद्य, सद्यः प्राप्नुहि निर्वृतिम् ॥१७॥' ये परापवादान्भाषन्ते स्वगुणांश्च प्रशंसन्ति तेषां साम्यं न विद्यते। समस्तु सर्वत्र समदर्शी भवति । स स्वपरयोर्भेदं न करोति । स यथा स्वस्मिन्वर्त्तते तथा परस्मिन्वर्त्तते, यथा परस्मिन्वर्त्तते तथा स्वस्मिन्वर्त्तते । दृष्टिरागमोहिता मत्सरिणः परेषां दोषान्वदन्ति स्वात्मनाञ्च गुणानुवादं कुर्वन्ति । ते परेषां सदसदोषान्भाषन्ते ते परेषां सतो गुणान्न वदन्ति । ते स्वात्मनां सदसद्गुणान्भाषन्ते । ते स्वात्मनां सतो दोषान्न वदन्ति । अनेनेदं व्यज्यते यत्ते परेषु द्विष्टाः सन्ति स्वात्मसु च रागिणः सन्ति । यत्र द्वेषो भवति तत्र दोषा दृश्यन्ते गुणाश्च तिरोभवन्ति । यत्र रागो भवति तत्र गुणा दृश्यन्ते दोषाश्च तिरोभवन्ति । मत्सरिणः परदोषभाषिणः स्वगुणवादिनश्च सन्ति । ततस्ते रागद्वेषकलङ्किताः सन्ति । रागद्वेषविनाशसञ्जातं साम्यं तेषां न विद्यते । यद्यपि स्वस्वदर्शनमतानुसारेण ते धर्माराधनां कुर्वन्ति तथापि मत्सराकुलत्वेन ते परदोषान्स्वगुणांश्च वदन्ति, अतस्तेषां साम्यं પામીને શીધ્ર નિર્વાણને પામ. (૯) જેઓ બીજાના દોષો બોલે છે અને પોતાના ગુણોને પ્રશંસે છે, તેમનામાં સમતા હોતી નથી. સમતાવાળો બધે સમાન રીતે જોનારો હોય છે. તે પોતાનો અને બીજાનો ભેદ કરતો નથી. તે જે રીતે પોતાને વિષે વર્તે છે તે રીતે બીજાને વિષે વર્તે છે અને જે રીતે બીજાને વિષે વર્તે છે તે રીતે પોતાને વિષે વર્તે છે. દષ્ટિરાગથી મોહ પામેલા ઈર્ષાળુઓ બીજાના દોષોને બોલે છે અને પોતાના ગુણાનુવાદ કરે છે. તેઓ બીજાના સાચા-ખોટા દોષો બોલે છે. તેઓ બીજામાં રહેલ ગુણો બોલતાં નથી. તેઓ પોતાના સાચા-ખોટા ગુણો બોલે છે. તેઓ પોતાનામાં રહેલ દોષોને બોલતાં નથી. આનાથી એ વાત પ્રગટ થાય છે કે તેઓ બીજા ઉપર દ્રષવાળા છે અને પોતાની ઉપર રાગવાળા છે. જયાં દ્વેષ હોય છે ત્યાં દોષો દેખાય છે અને ગુણો ઢંકાઈ જાય છે. જ્યાં રાગ હોય છે ત્યાં ગુણો દેખાય છે અને દોષો ઢંકાઈ જાય છે. ઇર્ષાળુઓ બીજાના દોષો બોલનારા અને પોતાના ગુણો બોલનારા હોય છે. તેથી તેઓ રાગદ્વેષથી કલંકિત હોય છે. રાગદ્વેષના નાશથી થતી સમતા તેમનામાં હોતી નથી. જો કે પોતપોતાના ધર્મની માન્યતા પ્રમાણે તેઓ ધર્મની આરાધના કરે છે, છતાં પણ ઈર્ષાથી આકુળ હોવાથી તેઓ બીજાના દોષોને અને પોતાના ગુણોને બોલે છે. માટે તેમની સમતા હણાય છે. તેથી તેમનો મોક્ષ દૂર થાય છે. તેઓ આરાધનાના માર્ગથી ભ્રષ્ટ થાય છે.