________________
१३७
योगसारः २१
साम्प्रतं लोकाः स्वाग्रहग्रस्ताः मोहं प्रापिताः, सन्त इत्यत्राध्याहार्यम्, क्लिश्यन्ते - क्लेशमनुभवन्ति ।। ___ वर्तमानकाले सर्वेऽपि जनाः स्वाग्रहपाशबद्धाः सन्ति । ते सर्वत्र स्वाग्रहपरस्सरमेव चेष्टन्ते । स्वाग्रहं साधयितुं ते तत्त्वातत्त्वे न पश्यन्ति । तत्कृते तेऽसमीचीनेष्वपि मार्गेषु चलन्ति । ते दृष्टिरागेण मोहिताः सन्ति । ते स्वाभिमतं तत्त्वमेव तत्त्वं मन्यन्ते । वस्तुतस्तु तदतत्त्वमेव । तद्व्यतिरिक्तं सर्वं तेऽतत्त्वं मन्यन्ते । रागस्त्रिप्रकारः, तद्यथा-स्नेहरागः कामरागो दृष्टिरागः । उक्तञ्चोपदेशपदस्य १८९ तम वृत्तस्य वृत्तौ श्रीमुनिचन्द्रसूरिभिः'तत्र रागोऽभिष्वङ्गः स च स्नेहकामदृष्टिरागभेदात् त्रिप्रकारः । तत्र स्नेहरागो जनकादिस्वजनलोकालम्बनः, कामरागः प्रियप्रमदादिविषयसाधनवस्तुगोचरः, दृष्टिरागः पुनर्योऽयं दर्शनिनां निजनिजदर्शनेषु युक्तिपथावतारासहेष्वपि कम्बललाक्षारागवत् प्रायेणोत्तारयितुमशक्यः पूर्वरागद्वयापेक्षयातिदृढस्वभावः प्रतिबन्धो विजृम्भते स इति । एते त्रय उत्तरोत्तरमशुभतराः । दृष्टिरागस्त्वतिशयेन भयङ्करः । यतो दृष्टिरागेण मोहितः स्वात्मनो दोषान्न पश्यति । स स्वात्मानं गुणसमृद्धमेव मन्यते। બધાય લોકો સ્વાગ્રહવાળા, દષ્ટિરાગવાળા અને તત્ત્વને નહીં સ્વીકારનારા હોવાથી ક્લેશને અનુભવે છે.
વર્તમાનકાળના લગભગ બધાય લોકો પોતાના આગ્રહની જાળમાં બંધાયેલા છે. તેઓ બધે પોતાના આગ્રહને આગળ કરીને જ પ્રવર્તે છે. પોતાના આગ્રહને સિદ્ધ કરવા તેઓ સાચા-ખોટાને જોતાં નથી. તેની માટે તેઓ ખરાબ રસ્તાઓ ઉપર પણ ચાલે છે. તેઓ દૃષ્ટિરાગથી મોહ પામેલા છે. તેઓ પોતે માનેલા તત્ત્વને જ તત્ત્વ માને છે, હકીકતમાં તે અતત્ત્વ જ હોય છે. તે સિવાયનું બધું તેઓ અતજ્વરૂપ માને છે. રાગ ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણે – નેહરાગ, કામરાગ, દષ્ટિરાગ. ઉપદેશપદના ૧૮૯મા શ્લોકની વૃત્તિમાં શ્રીમુનિચન્દ્રસૂરિજીએ કહ્યું છે – “ત્યાં રાગ આસક્તિરૂપ છે અને સ્નેહરાગ, કામરાગ, દૃષ્ટિરાગના ભેદથી ત્રણ પ્રકારે છે. ત્યાં સ્નેહરાગ પિતા વગેરે સ્વજનો વિષયક છે, કામરાગ પ્રિય પત્ની વગેરે અને વિષયોને સાધનાર વસ્તુઓ વિષયક છે. દષ્ટિરાગ એટલે દર્શનીઓનો યુક્તિમાર્ગમાં ઉતારી ન શકાય એવા પણ પોતપોતાના દર્શનો ઉપરનો કંબલ પરના લાખના રંગની જેમ પ્રાયઃ ઉતારી ન શકાય તેવો, પૂર્વેના બે રાગની અપેક્ષાએ અતિદઢ સ્વભાવવાળો જે પ્રતિબંધ થાય છે તે.” આ ત્રણ રાગોમાં પછી પછીનો રાગ પૂર્વ પૂર્વના રાગ કરતા વધુ ખરાબ છે. દૃષ્ટિરાગ તો અતિશય ભયંકર છે, કેમકે દૃષ્ટિરાગથી મોહ પામેલા જીવને પોતાના દોષો દેખાતાં નથી. તે પોતાની જાતને ગુણોથી સમૃદ્ધ જ