________________
योगसार: १/४६
वीतरागो भविभवदम्भोलिः स्वतुल्यपदवीप्रदश्च
१३५
स्वेन-आत्मना तुल्या- समाना पदवी-पदमिति स्वतुल्यपदवी, तां प्रदत्ते इति स्वतुल्यपदवीप्रदः, वीतरागः- पूर्वोक्तस्वरूपः, सः - वीतरागः, एवशब्दः 'सरागी देवो ન મન્તવ્ય:' કૃતિ નિષેધનાર્થ:, તેવઃ – પરમાત્મા, નિશીયતામ્ - જ્ઞતિ નિશ્ચય: યિતામ્ ।
दम्भोलिः पर्वतमपि भिनत्ति । वीतरागो भवभेदने दम्भोलिरूपः । भविनो वीतरागस्याऽऽराधनेन स्वीयं संसारं नाशयन्ति । ततो वीतरागो भविनां भवभेदने वज्रतुल्यत्वं बिभर्त्ति। वीतरागस्याऽऽराधनेन भविनोऽपि वीतरागत्वमनुवन्ति । तत इदमुक्तं भवति -वीतरागो भविनः स्वतुल्यां पदवीं दत्ते इति । इत्थं भवभेदकत्वेन स्वतुल्यपदवीप्रापकत्वेन च वीतराग एव परमात्मा भवितुमर्हति । ततः स एव परमात्मा इति निश्चयः कर्त्तव्यः । अन्ये देवाः परमात्मरूपा न मन्तव्याः । अनेन श्लोकेनेदमपि ज्ञापितं - वीतरागः परमात्मत्वेन मन्तव्यः, तस्य नाम तु किमपि स्यादिति । वीतराग एव परमात्मा इति निश्चयः सम्यक्त्वरूपः । ततोऽनेन श्लोकेनेदमपि सूचितं - स्वात्मनि सम्यक्त्वमाधेयमिति ॥४६॥
इत्थं योगसारस्य परमात्मयथावस्थितस्वरूपोपदेशकस्य प्रथमस्य प्रस्तावस्य पद्मीया वृत्तिः समाप्तिमगात् ।
વીતરાગ પોતાના આરાધકને પોતાની સમાન પદવી આપે છે. માટે તેમને જ પરમાત્મા માનવા. બીજા સરાગી દેવને પરમાત્મા ન માનવા. વીતરાગ જ પરમાત્મા છે એવો નિશ્ચય કરવો.
વજ્ર પર્વતને પણ ભેદી નાંખે છે. વીતરાગ પ્રભુ સંસારને ભેદવા વજ્ર જેવા છે. જીવો વીતરાગની આરાધના કરીને પોતાના સંસારનો નાશ કરે છે. માટે વીતરાગ જીવોના સંસારને ભેદવા વજ્ર જેવા છે. વીતરાગની આરાધના કરીને જીવો પણ વીતરાગ બની જાય છે. તેથી એમ કહેવાય કે વીતરાગ જીવોને પોતાની સમાન પદવી આપે છે. આમ સંસારનો નાશ કરનારા હોવાથી અને પોતાની સમાન પદવી આપનારા હોવાથી વીતરાગ જ પરમાત્મા બનવાને યોગ્ય છે. માટે તે જ પરમાત્મા છે, એવો નિશ્ચય કરવો. બીજા દેવોને પરમાત્મારૂપ ન માનવા. આ શ્લોકથી આ પણ જણાવ્યું કે વીતરાગને પરમાત્મા માનવા, તેમનું નામ તો કોઈ પણ હોય. ‘વીતરાગ જ પરમાત્મા છે' આવો નિશ્ચય એટલે સમ્યક્ત્વ. તેથી આ શ્લોકથી આ પણ સૂચવ્યું કે પોતાના આત્મામાં સમ્યક્ત્વની સ્થાપના કરવી. (૪૬)
આમ યોગસારના પરમાત્માના સાચા સ્વરૂપનો ઉપદેશ આપનારા પ્રથમ પ્રસ્તાવની પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ પૂર્ણ થયો.