________________
१५७
योगसारः २/११ मत्सरिणस्तत्त्वसारतो दूरोत्सारिताः गणयन्ति । निर्मत्सरोऽन्येभ्यस्तत्त्वं ज्ञात्वा स्वीयक्षती: मार्जयति । मत्सरी तु स्वात्मानं सर्वश्रेष्ठं मनुते । अतः सोऽन्येभ्यो न किञ्चिच्छृणोति । ततः स तत्त्वसारतो दूरं क्षिप्तो भवति । स एवं मन्यते अहमेव तत्त्वज्ञानीति । वस्तुतस्तु स एव तत्त्वज्ञानविकलो भवति।
योऽन्धो हस्तिनश्चरणं स्पृष्ट्वा भणति - हस्ती स्तम्भतुल्योऽस्तीति, तस्य ज्ञानं वितथं भवति । विमलचक्षुषो हस्तिनो यथार्थस्वरूपं जानन्ति । एवं मत्सरिणस्तत्त्वैकदेशं ज्ञात्वा भणन्ति - तत्त्वमीदृशं वर्तते इति । ततस्तेषां ज्ञानं वितथं भवति । यैस्तत्त्वस्य सर्वतोऽभ्यासः कृतस्त एव तस्यावितथं स्वरूपं जानन्ति । इत्थं मत्सरिणस्तत्त्वज्ञानाद्दूरोज्झिता भवन्ति ॥९॥ ॥१०॥
अवतरणिका - मोहान्ध्येन मत्सरो जायते । ततो मत्सरिणामनर्थं सदृष्टान्तं प्रतिपादयति - मूलम् - 'यथाऽऽहतानि भाण्डानि, विनश्यन्ति परस्परम् ।
___तथा मत्सरिणोऽन्योन्यं, ही दोषग्रहणाद्धताः ॥११॥
છે. તેઓ બીજાને તુચ્છ ગણે છે. ઇર્ષ્યા વિનાનો માણસ બીજા પાસેથી તત્ત્વ જાણીને પોતાની ભૂલો સુધારે છે. ઇર્ષાળુ તો પોતાને સૌથી ચઢિયાતો માને છે. માટે તે બીજા પાસેથી કંઈ પણ સાંભળતો નથી. તેથી તે તત્ત્વના સારથી દૂર ફેંકાય છે. તે એમ માને છે કે હું જ તત્ત્વજ્ઞાની છું. હકીકતમાં તો તે જ તત્ત્વજ્ઞાન વિનાનો હોય છે.
જે આંધળો માણસ હાથીના પગને અડીને કહે કે હાથી થાંભલા જેવો છે, તેનું જ્ઞાન ખોટું હોય છે. નિર્મળ આંખવાળા માણસો હાથીનું સાચું સ્વરૂપ જાણે છે. એમ ઈર્ષાળુઓ તત્ત્વના એક દેશને જાણીને કહે છે કે તત્ત્વ આવું છે. તેમનું જ્ઞાન ખોટું હોય છે. જેમણે તત્ત્વનો બધી બાજુથી અભ્યાસ કર્યો છે, તેઓ જ તેના સાચા સ્વરૂપને જાણે છે. આમ ઇર્ષાળુઓ તત્ત્વજ્ઞાનથી દૂર ફેંકાઈ જાય છે. (૯,૧૦)
અવતરણિકા - મોહના અંધાપાથી ઈર્ષ્યા થાય છે. તેથી ઈર્ષાળુઓનું નુકસાન દૃષ્ટાન્તપૂર્વક જણાવે છે –
१. यथा हतानि - D, E, F| २. दोषग्रहणाहताः - D, H, I, K, दोषग्रहणोद्धताः - LI