________________
मैत्र्यादिभावनानां स्वरूपम्
योगसार: २/५
प्रमोदभावनाभावितो जनः परेषां गुणान्दृष्ट्वा प्रमोदते । स तेषामनुमोदनं करोति । परगुणान्दृष्ट्वा स न मनसि मत्सरेण सञ्ज्वलति । गुणदृष्टिसम्पन्नः स सर्वत्र गुणानेव पश्यति । गुणानुमोदनेन स स्वयं गुणवान् भवति । गुणमत्सरेण तु स्वस्मिन्विद्यमाना अप गुणा नश्यन्ति ।
१४८
माध्यस्थ्यभावनाभावितो॒ जनो दोषदुष्टेषु द्वेषं न करोति । स चिन्तयति, 'दोषा औपाधिकाः, न जीवस्य स्वभावभूताः । जीवास्तु सर्वेऽपि सिद्धस्वरूपाः । संसारिणो जीवाः कर्मवशवर्त्तिनः सन्ति कर्मोदयेन च दोषाः प्रादुर्भवन्ति । अतो जीवा न दुष्टाः, परन्तु कर्माण्येव दुष्टानि ।' इत्थं विचिन्त्य स द्वेषयुक्तो न भवति, परन्तु मध्यस्थो भवति ।
करुणाभावनाभावितो जीवः परदुःखानि दृष्ट्वा दुःखी भवति । स परदुःखनाशनस्योपायाँश्चिन्तयति । स स्वशक्त्यनुसारेण परदुःखनाशनाय यतते । परदुःखनाशनशक्त्यभावेऽपि स सदैव परदुःखनाशनेच्छां मनसि धारयति ।
પ્રમોદભાવનાથી ભાવિત થયેલા લોકો બીજાના ગુણોને જોઈને ખુશ થાય છે. તેઓ તેમની અનુમોદના કરે છે. બીજાના ગુણોને જોઈને તેઓ મનમાં મત્સરથી બળતાં નથી. તેઓ ગુણદૃષ્ટિવાળા હોય છે. તેઓ બધે ગુણોને જ જુવે છે. ગુણોની અનુમોદના કરવાથી તેઓ પોતે ગુણવાન બને છે. ગુણોની ઇર્ષ્યા કરવાથી તો પોતાનામાં રહેલા ગુણોનો પણ નાશ થાય છે.
માધ્યસ્થ્યભાવનાથી ભાવિત લોકો દોષથી દુષ્ટ જીવો ઉપર દ્વેષ કરતાં નથી. તેઓ વિચારે છે – ‘દોષો ઉપાધિથી થયેલા છે, જીવના સ્વભાવરૂપ નથી. જીવો તો બધા ય સિદ્ધસ્વરૂપી છે. સંસારી જીવો કર્મના વશમાં રહેલા છે અને કર્મોદયથી દોષો પ્રગટે છે. માટે જીવો દુષ્ટ નથી, પણ કર્મો જ દુષ્ટ છે.’ આમ વિચારીને તેઓ દ્વેષવાળા નથી થતાં પણ મધ્યસ્થ બને છે.
કરુણાભાવનાથી ભાવિત થયેલો જીવ બીજાના દુઃખોને જોઈને દુઃખી થાય છે. તે બીજાના દુઃખોનો નાશ કરવાના ઉપાયો વિચારે છે. તે પોતાની શક્તિ પ્રમાણે બીજાના દુઃખોનો નાશ કરવા પ્રયત્ન કરે છે. બીજાના દુઃખોનો નાશ કરવાની શક્તિ ન હોય તો પણ તે હંમેશા બીજાના દુઃખોનો નાશ કરવાની ઇચ્છાને મનમાં રાખે છે.