________________
१३८
साम्प्रतं लोकाः प्रायस्तत्त्वपराङ्मुखाः योगसारः २१ सन्तोऽपि दृष्टिरागेण ग्रस्यन्ते । उक्तञ्च वीतरागस्तोत्रे - 'कामरागस्नेहरागाविषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेदः सतामपि ॥६/१०॥' ,
दृष्टिरागस्तु मोहस्यैकः प्रकारः । मोहेनैव स्वाग्रहो जायते । यदुक्तं श्रीहरिभद्रसूरिभिरटकप्रकरणे भावशुद्ध्यष्टके - 'न मोहोद्रिक्तताऽभावे स्वाग्रहो जायते क्वचित्... ॥२२/४॥' इत्थं दृष्टिरागेण स्वाग्रहग्रस्ताः सन्तस्ते तत्त्वात् पराङ्मुखा भवन्ति, यतस्ते स्वाभिमतं तत्त्वमेव तत्त्वत्वेन मन्यन्ते । वस्तुवृत्त्या तु तदतत्त्वमेव ततस्ते स्वात्मानं वञ्चयन्ति । ततश्च ते सङ्क्लेशमनुभवन्ति । ते तात्त्विकमानन्दमनुभवितुं न शक्नुवन्ति । 'प्रायः' शब्देन बाहुल्यं द्योत्यते । अतिस्तोका एव जनाः तत्त्वाभिमुखाः सन्ति, शेषाः सर्वेऽपि तत्त्वपराङ्मुखाः स्वाग्रहपराश्च सन्ति ॥१॥
अवतरणिका - यदि साम्प्रतीनलोका दृष्टिरागेण मोहितास्तर्हि का हानिरिति शङ्का समादधदृष्टिरागस्य भयङ्करतां दर्शयति -
માને છે. સજ્જનો પણ દૃષ્ટિરાગને વશ થાય છે. વીતરાગસ્તોત્રમાં કહ્યું છે - “કામરાગ અને સ્નેહરાગનું નિવારણ સહેલાઈથી થઈ શકે છે. અતિશય પાપી (દુષ્ટ) એવા દૃષ્ટિરાગનો તો સજ્જનો પણ મુશ્કેલીથી નાશ કરી શકે છે. (૬/૧૦)
દૃષ્ટિરાગ એ મોહનો એક પ્રકાર છે. તેનાથી જ સ્વાગ્રહ થાય છે. શ્રીહરિભદ્રસૂરિજીએ અષ્ટકપ્રકરણમાં ભાવશુદ્ધિ અષ્ટકમાં કહ્યું છે કે – “મોહની ઉત્કટતા વિના ક્યાંય સ્વાગ્રહ થતો નથી.... (૨૨/૪)” આમ દૃષ્ટિરાગથી સ્વાગ્રહની પક્કડવાળા થઈને તેઓ તત્ત્વથી પરાપ્ત થાય છે, કેમકે તેઓ પોતે માનેલા તત્ત્વને જ તત્ત્વરૂપે માને છે. હકીકતમાં તો તે અતત્ત્વ જ હોય છે. તેથી તેઓ જાતને ઠગે છે. તેથી તેઓ ક્લેશ પામે છે. તેઓ સાચા આનંદને અનુભવી શકર્તા નથી. વર્તમાનકાળના મોટા ભાગના લોકો આવા છે, બહુ થોડા જ લોકો તત્ત્વને અભિમુખ છે, એટલે કે સાચું માનનારા છે, બાકી બધા ય સત્યને નહિ માનનારા અને પોતાના આગ્રહવાળા છે. (૧)
અવતરણિકા - પ્રશ્ન - જો હાલના લોકો દૃષ્ટિરાગથી મોહિત હોય તો એમાં શું વાંધો છે? આવી શંકાનું સમાધાન કરતા ગ્રંથકાર દૃષ્ટિરાગની ભયંકરતા બતાવે છે –